ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ આદિપુર શ્રમજીવી ઉત્કર્ષ એસોસિએશન દ્વારા ગાંધીધામ ડે ના દિવસે ૮૦ બજારથી ભાઈ પ્રતાપની સમાધિ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ ૮૦ બજાર સામેના કેબિન ધારકોને પાકા દુકાનો બનાવી આપવા અને હાલની કેબિનોને પાછળના ભાગમાં જગ્યા ફાળવી આપવા બાબતે ધી સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનને લેખિતમાં રજુઆત કરાઈ હતી.

જેમાં જણાવ્યુ હતુ કે અમો ૧ર૦ કેબિન ધારકો અહી છેલ્લા ૩૫થી ૪૦ વર્ષથી નાની મૂડી રોકી ધંધો રોજગાર કરી પોતાનું ગુજરાન ચલાવીએ છીએ, આ લાકડાની કેબિનોની પાછળની જગ્યાએમાછી માર્કેટ, પ્રાથમિક શાળા, નવ યુવક ગ્રુપ, ટીસીપીસીની દીવાલને અડીને છેલ્લા ખૂણા સુધી આવેલ કેબિનો બાબતે એસઆરસી પાસે અનેક વાર રજૂઆત કરેલ હોઈ અને એસોસિયેશનના સભ્યો એસઆરસીના તમામ નિયમોના ધારા ધોરણે આજ એમની એસઆરસીની હદમાં પાકી દુકાનો બનાવવાનું પ્લાન છે જે અગાઉ પણ જીડીઓ દ્વારા વર્ષ ૨૦૦૫ ડીપીટીની મંજુરી મુજબ નકશા મંજૂર કરેલ હતા જેનો સમયગાળો ૨ વર્ષ વીતી જતાં એ નકશાઓ રદ્દ કરેલ છે.

હાલ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કાર્યને અનુસંધીને કોઈ નાના કેબિન ધારકોના ધંધા રોજગાર છીનવાઈ ન જાય તે માટે એસઆરસીની હદમાં માત્ર ૬ થી ૭ ફૂટ કેબિનો પાછળ હટાવી છે, મહાનગરપાલિકા શહેરને સુંદર બનાવવા માંગે છે જેમાં અમારો પૂરો સહયોગ છે પણ જે આદિપુર શ્રમજીવી કેબિન એસોસિયેશનના સભ્યો રોજનું કમાઈને ખાનારાના ધંધામાં વિક્ષેપ ન પડે, બેરોજગારી ના વધે તેનું પણ ધ્યાન રાખવામાં આવે અને હવે જાે એસઆરસી પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું કેબિન ધારકો વિચારી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ.
