ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના કિડાણા ગામના 27 વર્ષીય રોહિત નરશીભાઈ સીરોખાનું આજે માધાપરમાં એક ગમખ્વાર અકસ્માતમાં નિધન થયું છે, જેના પગલે પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિત પોતાની એક્સેસ મોપેડ (GJ-12-EM-6575) પર ગાંધીધામથી માનકૂવા જઈ રહ્યો હતો. બપોરના સુમારે, આશરે 1.30 વાગ્યે, તે માધાપરની ક્ષત્રિય રાજપૂત સમાજવાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગોંડલથી ભુજ આવતી ST બસ (GJ-18-Z-8778) એ પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
આ ભયાવહ અકસ્માત એટલો ગંભીર હતો કે રોહિતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રાહદારીઓ તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને રોહિતને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.