ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ સંકુલ ના સ્વપ્ન દ્રષ્ટા અને સ્થાપક સ્વ .શ્રી ભાઈ પ્રતાપ દિયલદાસ નેનવાનીની પુણ્યતિથિ નિમિત્તે આદિપુર ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિપુરના દુઃખ ભંજન દરબાર ટ્રસ્ટ તેમજ માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના અગ્રણીઓએ ભાઈ પ્રતાપને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા જણાવ્યું હતું કે ” તેમની દીર્ઘદ્રષ્ટિ ના કારણે ગાંધીધામ સંકુલ નો ખૂબ જ આધુનિક ઢબે નિર્માણ અને વિકાસ પામ્યું છે. શ્રી ભાઈ પ્રતાપે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલ ન માત્ર સિંધી સમાજ ના લોકો માટે પરંતુ દરેક સમાજ માટે સમાન દ્રષ્ટિ અને વલણ અને માનવતાલક્ષી અભિગમ અપનાવીને લોકોને રહેઠાણ માટે પાક્કા મકાનો અને વ્યવસાય માટે દુકાનોની વ્યવસ્થા કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. ગાંધીધામ ના સ્થાપના દિવસ ની પણ લોકોને બંને સંસ્થાઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામા આવી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીધામ સંકુલ ના નિર્માણ માટે મહાત્મા ગાંધીની ભલામણ થી કચ્છના રાજવી પૂર્વ મહારાવશ્રીએ વિશાળ જમીન ફાળવેલ તે બદલ તેમને પણ સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
શ્રદ્ધાંજલિ સમય દુઃખ ભજન દરબાર ટ્રસ્ટના પ્રમુખ મોહન ઉદાસી, માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા, ભાગચંદ ધવન, નંદુ મીઠવાની, રમેશ નાખવાની, રાજુ ઉદાસી, વાસુદેવ ભાંભાની, રમણ નાયર, દીપક વાસવાણી, સોનુ મનવાની, મીના રામચંદાની, પુનમ ખેમાણી, ભાવિશા તીરથાની, પ્રિયા પંજાબી,કંચન સંગતાની, ભાવના પહેલાવાની, આશા લાલવાણી, લાજવંતી માખીજાણી, ધ્રુવ રામચંદાંની, દીપા ધિરાણીવગેરે ઉપસ્થિત રહ્યા હતા.