ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત રાજ્યમાં હાલમાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 13.50 ઇંચ એટલે કે 39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તુલનાત્મક રીતે, ગત વર્ષે 4 જુલાઈ સુધીમાં રાજ્યમાં માત્ર 20 ટકા એટલે કે 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવે ચોમાસાની ઋતુમાં વેજાન બદલાવ દેખાઈ રહ્યો છે, મોટા ભાગનો વરસાદ એક મહિના કે એક જ દિવસમાં વરસી જાય છે.
હવામાન બદલાતી મોસમ અને ચોમાસાની વલણ:
- વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે હવામાન પરિવર્તન (Climate Change) ના કારણે ચોમાસાની ઋતુ અને વરસાદના પેટર્નમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે.
- ડૉ. સંસ્કૃતિ મુજુમદારના માર્ગદર્શન હેઠળ પ્રો. ચિરાયુ પંડિત દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઈમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટર માં કરવામાં આવેલા અભ્યાસમાં નોંધાયું છે કે હવે દર વર્ષે ચોમાસા દરમિયાન ઓછામાં ઓછી પાંચથી છ ‘સિસ્ટમ’ (લોપ્રેશન) સર્જાય છે.
- ચોમાસાની આવક માટે મહત્વપૂર્ણ લોપ્રેશન સિસ્ટમ સામાન્ય રીતે હવાનું દબાણ 1000 મિલિબાર અથવા તેના આસપાસ હોય ત્યારે સર્જાય છે. આ સિસ્ટમ કેરળ અને મહારાષ્ટ્ર વટાવીને ગુજરાત સુધી પહોંચે છે.
લા નીના, અલ નીનો અને IOD નો ચોમાસા પર અસર:
- ચોમાસાની ગતિવિધિ પર પ્રશાંત મહાસાગરના તાપમાન તથા ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) જેવી પરિબળોની પણ નોંધપાત્ર અસર થાય છે.
- લા નીના અને અલ નીનો જેવી પરિષ્ઠિતિઓ વરસાદના પ્રમાણ અને સમયગાળાને અસર કરે છે.
- IOD પણ ચોમાસાની સતત ચાલને અસર કરે છે અને આ બધા ભૌગોલિક પરિબળો સાથેનું તંદુરસ્ત સંકલન જ ગુજરાતમાં સારું ચોમાસું લાવે છે.
મેડન જુલિયન ઓસિલેશન પણ મહત્વપૂર્ણ ઘટક:
- વરસાદ લાવતી એક વિશિષ્ટ સિસ્ટમ એટલે મેડન જુલિયન ઓસિલેશન (MJO) — એક પ્રકારનું વાદળનું જૂથ, જે પૃથ્વી આસપાસ ફેરફાર કરે છે અને સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બેથી ત્રણ વખત ભારત ઉપરથી પસાર થાય છે.
આંતરિક વિસ્તારોમાં જોખમ વધ્યું:
વૈજ્ઞાનિકો ચેતવી રહ્યાં છે કે આકસ્મિક ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને લઘુગાળાની ચોમાસાની પ્રવૃત્તિઓ હવે સામાન્ય બનતી જાય છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પૂર, ભૂસખલન અને પાણી ભરાવાની ઘટનાઓ વધતી જાય છે.