ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેરના હોટેલ એમ્પાયર રોડથી આનંદ માર્ગ સ્કૂલ સુધીનો માર્ગ અત્યંત જર્જરિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વર્ષોથી વારંવારની ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી.
રોડ પરના મોટા ખાડા અકસ્માત નોતરે છે. વરસાદ બંધ થયાના દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે, જેનાથી અવરજવર મુશ્કેલ બને છે અને રોગચાળાનો ભય રહે છે. પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે; દર મહિને ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે. નવાઈની વાત એ છે કે સ્થાનિક વહીવટીતંત્ર કોમર્શિયલ પ્રોપર્ટીનો પૂરેપૂરો ટેક્સ વસૂલે છે, છતાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. તંત્રની આ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.