ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ હાલ ગાંધીધામ મહા નગપાલિકા જાહેર થતાં અમો ભારાપર ગામને સરકારી રેકર્ડ , જન્મ મરણ ના દાખલા તથા અન્ય કામો માં બઉ હાલાકી અનુભવી રહ્યા છીએ અને ગામના વિકાસના કામો રોકાઈ ગયેલ છે તથા અમારી નવીન ગ્રામ પંચાયતની ઝડપથી અલગ પ્રક્રિયા પૂર્ણ થાય જેથી અમોને સરકારી કામો માં તકલીફો ના પડે તથા ભારાપરની નજીક આવેલ
બિપીએલ કોલોની વિસ્તારનો સમાવેશ અમારી પંચાયતમાં ના કરવામાં આવે. જો બી.પિ.એલ વિસ્તાર અમારા ગામની પંચાયત સાથે જોડવામાં આવ્યો તો તેમનું અમે ગ્રામજનો ચોખો વિરોધ દર્શાવીએ છીએ અને જૉ તે વિસ્તાર અમારા ગ્રામમાં જોડવામાં આવશે તો અમે સૌ ગ્રામ જનો સમગ્ર નવી બનવા જઇ રહેલ પંચાયતનો બહિષ્કાર કરવાની ચીમકી ભારાપર ગ્રામજનોએ મામલતદારને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં ઉચ્ચારી હતી.


Add a comment