ગાંધીધામ ટુડે ન્યુઝ: આજે સવારે ગાંધીધામના સુંદરપુરી ટાંકાની બાજુમાં આવેલી બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર ફાઈટરો દીપક ધોરિયા, ધીરજ કન્નર, હિતેશ ફૂફલ, અને સ્મિત પરમારની ટીમે સવારે ૯:૨૫ કલાકે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને સવારે ૧૧:૦૦ કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનોમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.