ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત ટેકનોલોજીના ક્ષેત્રે મજબૂત પગલાં ભરી રહ્યો છે. હવે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતા તરફ દોડ વધારવા માટે કેન્દ્ર સરકારે મહત્વકાંક્ષી ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) શરુ કરી છે. આ યોજના અંતર્ગત સરકારને દેશ-વિદેશથી રૂ. 8000 કરોડથી વધુના રોકાણના પ્રસ્તાવો મળી ચૂક્યા છે.

ચીનનું વિકલ્પ બનેલ ભારત
This Article Includes
એશિયામાં ઈલેક્ટ્રોનિક્સનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર ગણાતા ચીનમાંથી અનેક કંપનીઓ હવે બહાર નીકળવા લાગ્યાં છે. આવી સ્થિતિમાં ભારત તેને વિકલ્પ રૂપે ઊભું રહી રહ્યું છે. ECMS યોજના વડે વિવિધ વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઉત્પાદન માટે તૈયારી દર્શાવી રહી છે.
શું છે ECMS યોજના?
આ યોજના ભારતના ઈલેક્ટ્રોનિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાની સાથે સ્થાનિક ઉત્પાદન અને એસેમ્બલી માટે પ્રોત્સાહન આપે છે. PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે રૂ. 22,919 કરોડના બજેટ સાથે આ યોજના મંજુર કરી છે.

દેશ-વિદેશની કંપનીઓનો ઉમટેલો રસ
મીડિયા રિપોર્ટ મુજબ, 100થી વધુ ભારતીય અને વિદેશી કંપનીઓએ કરેલા પ્રસ્તાવો રૂ. 7500થી 8000 કરોડના છે. આ કંપનીઓ કમ્પોનન્ટ્સ, સેમિકન્ડક્ટર, ડિસ્પ્લે યુનિટ્સ, ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ, પેકેજિંગ) વગેરે એકમો સ્થાપવા ઈચ્છે છે.
મંજૂરી પ્રક્રિયા ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં શરૂ થશે
આના પ્રસ્તાવોને ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં મંજૂરી અપાઈ શકે છે. આ રોકાણથી ભારતમાં ટેકનોલોજી ઇકોસિસ્ટમ, રોજગારી અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે.