ગાંધીધામ ટુડે ન્યુઝ : પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં નશાકારક દવાઓ અને ઈલેક્ટ્રોનિક સિગારેટના વેચાણ સામે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવાયું, જેમાં પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ 52 ટીમો દ્વારા શહેરના 156 દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન કિડાણા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર પરથી કોડેઇન દ્રવ્યવાળી 490 નશાકારક સીરપ બોટલો (કિંમત અંદાજે ₹95,550) જપ્ત કરવામાં આવી. દુકાનના માલિક અલ્પેશ ભીમજીભાઈ નિંજાર (સેક્ટર-7) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ઈ-સિગારેટ સહિત પ્રતિબંધિત સામગ્રી પણ ઝડપાઈ
This Article Includes
બીજી તરફ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ગુરુકુળ વિસ્તારમાંથી પ્રતિબંધિત ઈલેક્ટ્રોનિક સિગારેટ (વેપ)ના 14 નંગ વિવિધ બ્રાન્ડ સાથે મહેશકુમાર નારણદાસ મંગનાણી (ઉ.વ. 49)ને પકડી પાડ્યો. કુલ જથ્થાની કિંમત અંદાજે ₹16,800 હોવાનું સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ટીનેજરોમાં વધતી નશાની આદત ચિંતાજનક
સ્કૂલો અને કોલેજો નજીકથી ઇ-સિગારેટ મળી આવવાથી સ્પષ્ટ છે કે ટીનેજરો અને યુવાઓમાં નશાની આદત વધી રહી છે. વાલીઓ ઘણાં વખત આ આદતોથી અજાણ રહે છે, જેના કારણે પોલીસ દ્વારા આવતીકાલે વિસ્તૃત જાગૃતિ અભિયાન હાથ ધરાવાની શક્યતા છે.
પોલીસની ટીમોની કામગીરી
આ સમગ્ર અભિયાનમાં એ ડિવિઝનના પીઆઈ એમ.ડી. ચૌધરી, પીએસઆઈ એમ.એચ. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.