વિશ્વ હિન્દુ પરિષદ, ગાંધીધામ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વધર્મ સંતોના આશીર્વાદ પ્રાપ્ત

વિશ્વ હિન્દુ પરિષદ, ગાંધીધામ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વધર્મ સંતોના આશીર્વાદ પ્રાપ્ત વિશ્વ હિન્દુ પરિષદ, ગાંધીધામ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વધર્મ સંતોના આશીર્વાદ પ્રાપ્ત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે વિશ્વ હિન્દુ પરિષદ (VHP), ગાંધીધામ દ્વારા રાષ્ટ્ર સેવા અને ધર્મ રક્ષાના સંકલ્પ સાથે વિવિધ સંપ્રદાયના સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં શીખ, જૈન, સ્વામિનારાયણ અને માતંગદેવ સંપ્રદાયના પૂજ્ય સંતો-મહંતોએ ઉપસ્થિત રહી VHPના કાર્યોને બિરદાવ્યા હતા અને પોતાના અમૂલ્ય આશીર્વચનો પાઠવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ સંતોએ ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ ધર્મ કે રાષ્ટ્ર માટે એક થવાની આવશ્યકતા ઊભી થશે, ત્યારે સર્વે સંપ્રદાયો ખભે ખભા મિલાવીને ઊભા રહેશે. આ આહવાનથી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રભક્તિ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની હતી.

Advertisements
Advertisements

વિશ્વ હિન્દુ પરિષદ, ગાંધીધામ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજમાં ધાર્મિક સદભાવના અને એકતાનો ઉત્તમ સંદેશ પૂરો પાડે છે. VHPના કાર્યકર્તાઓએ સંતોના આશીર્વાદ લઈને રાષ્ટ્ર અને ધર્મની સેવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment