ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ પોલીસે અંજારના ત્રાસ ફેલાવતાં ત્રણ ગુનાખોરોને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCTOC – ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ ત્રણેય શખ્સો સામે કુલ 27 ગુનાઓ દાખલ છે, જેમાં એસિડ એટેક, લુંટ, ધાડ, જીવલેણ હુમલાઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
આરોપીઓની ઓળખ:
- વસંત રમેશ કોલી – રહે. રોટરીનગર, અંજાર
- અઝરુદીન ઉર્ફે શબ્બીર નઝમુદીન બાયડ – રહે. બાયડફળીયું, અંજાર
- ફિરોઝ રમજુ લંઘા – રહે. ચિત્રકૂટ સર્કલ પાસે, અંજાર
આ શખ્સોએ છેલ્લા ઘણા સમયથી અંજાર અને આસપાસના વિસ્તારમાં ગુનાખોરીનો ત્રાસ ફેલાવ્યો હતો. તેઓ ટોળકીઓ બનાવીને અવારનવાર હિંસાત્મક હુમલાઓ, ધાકધમકી, રાયોટીંગ, તેમજ અથરોટસીટીઝ જેવા ગુનાઓ આચરતા હતા.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અંજાર પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે.
કાર્યવાહી કરનાર ટીમ:
આ મહત્વની કાર્યવાહી PI એ.આર. ગોહિલ, PSI એસ.જી. વાળા, ડી.વી. ખાંભલા અને અંજાર પોલીસ સ્ટાફની કામગીરી હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં સલામતીની લાગણી ઉભી થઈ છે અને ત્રાસ ફેલાવતા તત્વોને સખ્ત સંદેશો આપવામાં આવ્યો છે.