ગાંધીધામ ટુડે, ન્યુઝ : તાજેતરમાં ગાંધીધામ ના જન્મદિવસ નિમિત્તે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તથા કચ્છ લોકસભા અને પેરેડાઇસ ફાઉન્ડેશનના સહયોગ થી રમત-ગમત સંકુલ ખાતે સાંસદ કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ પાલિકા પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ,વિજય પરમાર વગેરેની ઉપસ્થિતિમાં પેરેડાઇસ ફાઉન્ડેશન દ્વારા સંસદ કરાટે સ્પર્ધા નું સફળ આયોજન કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
ફાઉન્ડર શનિ બુચીયા, પિયુષ શ્રીવાસ્તવ, વિક્રમ દુલગચ, જુલી સોની જયશ્રી કેવલાણી હેતલ સોલંકી, પ્રીતિ મોમાયા, સ્મિત ઠક્કર , રાજેશ વાઘેલા અને વિનોદ તરવાડી વગેરે હાજર રહ્યા હતા..