ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ પૂર્વ ધારાસભ્ય વાલજી દનિચાએ ગુજરાત રાજ્યનાં રાજ્યપાલને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યુ હતુ કે, કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના આદિપુર શહેર મધ્યે ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી આદિપુર મદનસિંહજી ચોક ખાતે થતી આવે છે.
જેના ભુતકાળમાં જઈએ તો અત્રે મકાનો બાંધનાર એસ.આર.સીની ૧૯પ૧-પરમાં સ્વ.શ્રીમાન ભાઈપ્રતાપ સાહેબની ભલામણથી ભારત સરકારના પ૧% શેર ભાગીદારીથી કંપની એક્ટ હેઠળ માન્યતા મળતા સૌ પ્રથમ ગાંધીધામ અને ત્યાર બાદ આદિપુરમાં વસાહતોનું નિર્માણ એસ.આર.સી દ્વારા કરવામાં આવેલ હતુ અને એસ.આર.સીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કાયમી ડિરેક્ટર તરીકે કચ્છના મહારાઓ સાહેબશ્રી શ્રીમાન મદનસિંહજી સાહેબનો સમાવેશ કરી આદિપુરના ચોકમાં સૌ પ્રથમ ધ્વજ વંદન કરનાર મહારાઓ સાહેબના નામ સાથે આ ચોકનું નામ મદનસિંહજી ચોક તરીકે જાહેર કરવામાં આવેલ તે સમય દરમ્યાન ગાંધીધામ અને આદિપુરમાં રાષ્ટ્રીય પર્વોની ઉજવણી એસ.આર.સી દ્વારા નિયમિત કરવામાં આવતી હતી .

જેમા તત્કાલિન ચેરમેન સ્વ.શ્રી ભાઈપ્રતાપ સાહેબ, સ્વ.શ્રીમાન આસનદાસ ખુશાલદાસ, સ્વ.દાદી નિર્મલાબેન ગજવાણી, સ્વ.દાદી તુલસીબેન આનંદાની તેમજ અન્ય ચેરમેનો ધ્વજવંદન કરતા હતા. ત્યાર બાદ એસ.આર.સીએ આ સમગ્ર આયોજન મૈત્રી મંડળને સોંપી આપતા સ્વ.દાદા પદ્યમશ્રી હુંદરાજ દુખાયલજી, સ્વ.ક્રિષ્નાબેન ભંભાણીજી વગેરે આગેવાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવતુ. ૧૯૬૦માં ગાંધીધામ નગરપાલિકાની સ્થાપના થઈ હોવા છતા ગાંધીધામને અંજાર તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ ત્યારથી અંજાર મત વિભાગમાં ૧૯૭રમાં સ્વ.દાદી નિર્મલાબેન ગજવાણી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા અને તેઓના હસ્તે પણ આદિપુરમાં ધ્વજ વંદન કરવામાં આવેલ હતુ.
ત્યાર બાદ મૈત્રી મંડળ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવતુ અને ૧૯૮૦ પછી નગરપાલિકાને આ જવાબદારી સોંપવામાં આવેલ હતી. ૧૯૮૦ પછી ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા નિયમિત રીતે ધ્વજ વંદન કરવામાં આવતુ હતુ તેમજ ર૦૦૮માં વિધાનસભાનું નવુ સિમાંકન અમલમાં આવતા ગાંધીધામને અલગ તાલુકાનો દરજ્જાે મળેલ છતા પણ નગરપાલિકાની એ જુની પરંપરા પ્રમાણે જ ધ્વજ વંદન કરવામાં આવી રહેલ છે જે પ્રશંસનીય છે.

ર૦રપમાં નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતા ચુંટાયેલા સભ્યોનું બોર્ડ સમાપ્ત કરી દેવાતા સરકાર હસ્તક વહીવટ લઈ કમિશ્નર – નાયબ કમિશ્નરની નિમણુંક કરવામાં આવેલ છે કે જેઓ વહીવટના નિષ્ણાંત હોય છે તથા વર્ષોનો વહીવટી બહોળો અનુભવ ધરાવતા હોય છે તેમ છતા આદિપુરમાં વર્ષોથી થતા ધ્વજ વંદન કરવામાં આવે છે તે પરંપરાની કોઈએ જાણ ન કરી હોય કે ઈરાદાપૂર્વક આંખ આડા કાન કર્યા હોય.
આમ આદિપુરમાં આ વખતે ર૬મી જાન્યુઆરી ર૦રપમનાં રોજ ધ્વજ વંદન ના થવાથી આદિપુરના દેશપ્રેમી, રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપનાર દેશભક્તો, રાષ્ટ્રને સમર્પિત યુવાનો, શાળા કોલેજના વિદ્યાર્થી અને હજારો અબાલ વૃદ્ધોને અપાર દુઃખ થયુ છે જેથી સરાજાહેર કહેવાય છે કે લોક પ્રતિનિધિઓની સત્તા પુરી થતા નોકરશાહીના હાથમાં સત્તા આવતા લોકશાહી પરંપરાનું નોકરશાહીએ ખુન કરી નાખ્યુ છે.
સમગ્ર બનાવ બાબતે યોગ્ય તપાસ કરી આદિપુરની જનતાને ન્યાય આપવા નમ્ર વિનંતી છે. જિલ્લાના વહીવટી સુપ્રિમો-જીલ્લા કલેકટર, મહાનગરપાલિકા કમિશ્નર, નાયબ કમિશ્નર તેમજ સંબંધિત જવાબદારોએ દાખવેલી જબરદસ્ત રાષ્ટ્રીય બેદરકારી બદલ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ એક માસની અંદર આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી નહી કરવામાં આવે તો પ્રજાના જાહેરહિતમાં નામદાર અદાલતમાં જવાની ફરજ પડશે તેમ વાલજીભાઈ દનિચાની યાદીમાં જણાવાયુ હતુ.