ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના લખપત તાલુકાના દરિયાઇ વિસ્તારમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ગસ્ત પર રહેલી બીએસએફની ટીમે ભારતીય હદમાં ઘૂસેલા પાકિસ્તાની કિશોરને બોટ સહિત ઝડપી લીધો છે. કિશોર પાસેથી માછીમારીના સાધનો, રાશન અને બોટ મળ્યા છે.
બીએસએફની 176 બટાલિયને રવિવારની સાંજે પેટ્રોલિંગ દરમિયાન લખપતવાળી ક્રિક વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. પાકિસ્તાનના રહેવાસી કિશોરનું નામ રસુલ બક્સ હોવાનું સામે આવ્યું છે. બીએસએફે તેને ઝડપી લીધા બાદ હાલ સઘન પૂછપરછ હાથ ધરી છે.
સઘન પુછપરછ અને રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી શરૂ
This Article Includes
બીએસએફના અધિકારીઓએ માહિતી આપી હતી કે પકડાયેલા કિશોર સાથે અન્ય કોઈ પાકિસ્તાનની ઘૂસણખોરો હતા કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. સ્થળ પર રિકન્સ્ટ્રક્શન (ઘટનાક્રમની પુનરાવૃત્તિ) માટે વિશિષ્ટ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉપરાંત બીજાઓ લૂંટાતા ન રહે તે માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
સુરક્ષા દ્રષ્ટિએ ચાંપતી નજર
આ ઘટના સરહદી વિસ્તારમાં સુરક્ષા દ્રષ્ટિએ ગંભીર ગણાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી ઘણીવાર માછીમાર માનીને ઘૂસણખોરીના પ્રયાસો થતી હોય છે, જેના પગલે જળસીમા વિસ્તારમાં બીએસએફ સતત સક્રિય છે.