ભચાઉના વોંધમાં દેશી હાથ બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

ભચાઉના વોંધમાં દેશી હાથ બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો ભચાઉના વોંધમાં દેશી હાથ બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકાના વોંધ ગામેથી પોલીસે એક શખ્સને દેશી હાથબનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વોંધમાં દત્તક વિસ્તાર તરફ જતા કાચા રસ્તા પાસે ઊભેલા જુશબ રસુલ ત્રાયા નામના શખ્સને પોલીસે અટકાયતમાં લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી આશરે ₹5,000/-ની કિંમતની 50 ઇંચ લાંબી દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. પોલીસે આ ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યું છે.

Advertisements
Advertisements

હાલ એ સ્પષ્ટ થયું નથી કે આરોપી આ પરવાના વગરના હથિયારનો શેના માટે ઉપયોગ કરતો હતો અને તેને આ બંદૂક કોની પાસેથી મળી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment