ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ ગાંધીધામ મધ્યે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ યુનિટી ઓફ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ કરછ તથા મહેશ્વરી યુવા સંગઠન દ્રારા ૧૨૭૨ મી પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મજયંતિ મહોત્સવ માં બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.


રૂટની શરૂઆત અંજાર થી સવારે ૧૦:૦૦ કલાકે ત્યાર બાદ બાઈક રેલી આદિપુર બપોરે ૧૨:૦૦ કલાકે શહેરમાં ફરી તે બાઈક રેલી ગાંધીધામમાં બપોરે ૩:૦૦ કલાકે શરૂઆત કરવામાં આવી હતી. જે બાઈક રેલીને ડીપીડી ગ્રાઊન્ડ ખાતેથી ગાંધીધામના લોકલાડીલા ધારાસભ્ય માલતીબેન કે મહેશ્વરીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં નાના મોટા સૌ લોકો બાઈક રેલી ના કાર્યક્રમ જોડાયા હતા.

અખિલ માતંગ મંડળના પ્રમુખ ધીરજલાલ માતંગ, ગાંધીધામના લોકલાડીલા ધારાસભ્ય માલતીબેન કે મહેશ્વરીજી, અખિલ મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટ ગુડથરના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડીયા, યુનિટી ઓફ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ કરછના પ્રમુખ પ્રેમભાઈ ફુફલ,પેરાજભાઈ બળિયા,પૂનમસર ભરાડીયા, મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામ ડૉ.કિશનભાઈ કટુવા, શ્યામભાઈ માતંગ, કિશોરભાઈ મતિયા, અરવિંદભાઈ રોલા, ભાવેશભાઈ ફુફલ, કમલેશભાઈ ફુફલ, નરેશભાઈ ફુલૈયા, રમેશભાઈ ફમા,મળદ પીર ના સેવક દિનેશદાદા ધુવા, કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ ના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી, નખત્રાણા તાલુકાનાના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી, આદિપુર સમાજ ના પ્રમુખ પ્રકાશભાઈ મારાજ, જગજીવન નગર ના પ્રમુખ શ્રી ધનજીભાઈ ભરાડીયા , નવજીવન સોસાયટી ના પ્રમુખ હિરેનભાઈ આયડી,અંજારના વિપુલભાઈ કોચરા, જયેશભાઈ શખરેખીયા, નિખિલ ધેડા, નવિન પાતારીયા,મીત માંગલિયા,અજય ફુફલ,હરેશભાઈ સીંચ મીદીયાળ આદિપુર મેધમાયા ના કાનજીભાઈ અંબચુગ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ ના મહિલા પ્રમુખ વાલુબેન ધેડા, હરેશભાઈ ભરાડીયા શ્યામ કોચરા,ખુમાન રોશિયા,દિપેન જોડ, લાલચંદ ગડણ,રવિભાઈ દેવરીયા, ચેતનભાઈ માતંગ, અશોકભાઈ ધેલા, મહેન્દ્રભાઈ ભરાડીયા,ટી.ડી.દેવરીયા,રાયશી દેવરીયા વગેરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગાંધીધામ શહેરમાં દરેક મેઈન બજારમાં બાઈક રેલી ભવ્ય બાઈક રેલી કરવામાં આવી હતી આ રેલીમાં મહેશ્વરી સમાજ ના નામી અનામી લોકો, મહિલા , યુવાન બાળકો બહેનો આ રેલીમાં જોડાયા હતા.