- અંજારમાં જીવલેણ બેદરકારી બાદ બાળકીનો પિતા સાથે પુનરમિલન – 181 અભયમ અને પોલીસની સમયસૂચક કામગીરી
ગાંધીધામ ટુડે ન્યુઝ, અંજાર : સાંજે 6:12 વાગ્યે અંજારના રસ્તે થયેલી એક ઘટના એ સંવેદનશીલ સમાજ માટે આધુનિક સંદેશો આપી ગઈ. એક જાગૃત નાગરિકના સમયસર પગલાં અને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની અસરકારક કાર્યવાહીથી બે નાની બાળકીની જીવદાની થઇ અને તેઓ પોતાની માતાપિતાની ગોધમાં પાછા ફરી શક્યાં.
ઘટનાની શરૂઆત 24 જુલાઈના રોજ થઈ હતી, જયારે સંગીતાબેન (નામ બદલાયું છે) નામની મહિલા પાણી ભરવા માટે એક હોટલ નજીક ગઈ હતી ત્યારે એક અજાણ્યા પુરુષે પોતાની બે દીકરીઓને થોડીવાર માટે સાચવવા વિનંતી કરી હતી. માનવતાના નાતે સંગીતાબેને બાળકીઓને પોતાના ઘરે લઇ જઈ હતી, પરંતુ પિતા પાછા ના ફરતા, તેમણે પોતાના માલિકના સહયોગથી 181 હેલ્પલાઇન પર જાણ કરી.
કાઉન્સેલર નિરૂપાબેન બારડ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર ઘટનાસ્થળે પહોંચી અને બાળકીઓનું કાઉન્સેલિંગ કરી તેની સ્થિતિ જાણવાની કોશિશ કરી, પણ બંને બાળકી નાની હોવાને કારણે માહિતી આપી શકી ન હતી. 181 ટીમે તરત પોલીસને જાણ કરી અને બચાવ કાર્યવાહી શરૂ કરી.
અંતે, પોલીસ અને ટેક્નિકલ ટીમે પિતાની ઓળખ કરી. પિતાએ કબૂલ્યું કે પત્ની રિસાઈ ગઈ હોવાથી તે તણાવમાં નશામાં હતો અને બેધ્યાનતામાં દીકરીઓને છોડી દેતાં તેઓ ભૂલ કરી બેઠા.
અંતે, સમગ્ર ઘટનાના અંતે બાળકીઓ પિતાને સોંપવામાં આવી અને કૌટુંબિક પુનરાગમન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઘટનાએ એકવાર ફરી “181 અભયમ” જેવી સેવાઓની આવશ્યકતા અને સમયસૂચક કામગીરીનું મહત્વ સાબિત કર્યું છે.