ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના બુઢારમોરા હરિનગરમાં ₹10 લાખની લૂંટના કેસમાં પોલીસે બે આરોપી, રમઝાનશા કાસમશા શેખ અને આબિદખાન અબ્દુલખાન પઠાણને ઝડપી પાડી ₹9.40 લાખ રોકડા જપ્ત કર્યા છે. ફરિયાદી અશોકકુમાર લુણાવત, જે કન્સ્ટ્રક્શનના કામ માટે શ્રમિકોની શોધમાં હતા, તેમને આરોપીઓએ એડવાન્સ પૈસા લઈને બોલાવ્યા હતા.
26 જુલાઈએ ₹10 લાખ લઈને ભચાઉ આવ્યા બાદ, બીજા દિવસે આરોપીઓએ છરી બતાવી પૈસાનો થેલો ઝૂંટવી લીધો હતો. પીછો કરતાં તેમની ગાડી હરિનગર પાસે દીવાલમાં અથડાઈ હતી, પરંતુ તેઓ થેલો લઈને ભાગી ગયા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને પકડી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રમઝાનશા સામે અગાઉ પણ છેતરપિંડી અને ધાકધમકીના ગુના નોંધાયેલા છે.