આદિપુર : તોલાણી કોલેજના પ્રિન્સિપાલને વિદ્યાર્થીએ માર્યો તમાચો

આદિપુર : તોલાણી કોલેજના પ્રિન્સિપાલને વિદ્યાર્થીએ માર્યો તમાચો આદિપુર : તોલાણી કોલેજના પ્રિન્સિપાલને વિદ્યાર્થીએ માર્યો તમાચો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરની તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં આજે ભારે તણાવનો માહોલ જોવા મળ્યો. કોલેજના પ્રિન્સિપાલ પર એક વિદ્યાર્થીએ હુમલો કરતાં આ ઘટના બની હતી. વાતચીત દરમિયાન વિદ્યાર્થીએ અચાનક પ્રિન્સિપાલને તમાચો મારી દેતા કોલેજ કેમ્પસમાં ભારે રોષ ફેલાયો હતો. આ હુમલાનો CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Advertisements

ઘટના બાદ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા અને હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં લગભગ ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પ્રિન્સિપાલ પર હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો છે.

Advertisements

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment