ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ તારીખ 16/02/2025ના પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ગાંધીધામબી.એસ.એફ મધ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવા આવ્યું હતુ, સવારે 09:00 વાગ્યે કેમ્પ ખુલો મુકવામા આવ્યો હતો અને 12:00 વાગ્યા સુધી બી.એસ.એફના જવાનો તથા ત્યાં વસતા લોકો ની ચકાસણી કરવા મા આવી હતી.

કેમ્પમા ગાંધીધામના ખ્યાતનામ ડૉક્ટરોની ટીમ જેમા જનરલ સરજન ડો કમલેશ થારવાની, સ્કિન સ્પેશ્યલિસ્ટ ડો કાજલ થારવાની, ગાયનેકલોજિસ્ટ ડો રેનુ ચંદનાની, હોમિયોપેથીક ફિજિશિયન ડો કિન્નરી પિત્રોડા દ્વારા સેવા અને માર્ગદર્શન આપવામા આવ્યું હતુ.

સમગ્ર આયોજન પ્રેરણા ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રદીપભાઈ પરિહાર અને પ્રેરણા ફાઉન્ડેશનના નવનિયુક્ત પ્રમુખ પલ્લવીબેન ભાવેશભાઈ જોબનપુત્રા સાથે તેમની ટીમ અક્ષય ઉમરાણીયાને ભૈરવ સાપેલા દ્વારા સુપેરે પાર પાડવામા આવ્યું હતુ. સફળ આયોજન બદલ બી.એસ.એફના કમાનડેન્ટ વિજયકુમાર દ્વારા પ્રેરણા ફાઉન્ડેશનની સમગ્ર ટીમનું સન્માન કરવા આવ્યું હતુ.