ગાંધીધામ: શ્રી રોલ્પા જલજલા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામના અયપ્પા બેન્ક્વેટ હોલ ખાતે હરી તાલિકા તીજ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન સમાજના પ્રમુખ શ્રી સાગર પરિયાર અને ઉપપ્રમુખ બુદ્ધિરામ બી.કે. દ્વારા દીપ પ્રાગટ્ય અને નેપાળી રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નેપાળના જાણીતા કલાકારો, સ્થાનિક બાળકો અને મહિલા જૂથોએ સુંદર નૃત્યો અને ગીતો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વિશેષ મહેમાનો, બુદ્ધિજીવીઓ અને સામાજિક કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ભાગ લેનારા કલાકારો અને બાળકોને વિશેષ પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને આગામી દિવસોમાં પણ સમાજ આવી જ પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાના કાર્યોનું આયોજન કરશે, એમ શ્રી રોલ્પા જલજલા સેવા સમાજ ટ્રસ્ટ અને કિસન સોની સહિતની સમગ્ર ટીમે જણાવ્યું હતું.