ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 14 ઓગસ્ટ 1995માં એક વર્ગખંડથી શરૂ થયેલ TMIMS આજે આધુનિક ઈન્ફાસ્ટ્રક્ચર ધરાવતું વિશાળ શૈક્ષણિક સંસ્થાન બની ચુકયું છે જે આજે કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ગુણવત્તાયુક્ત મેનેજમેન્ટ શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે.
તા.14-8-2025 નાં રોજ તોલાની મોટેવાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એ પોતાના 30 વર્ષના ગૌરવશાળી પ્રવાસની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે કોલેજ ખાતે સવારે હવન અને ત્યારબાદ MBAની નવી બેચની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગ SNF Flopam India Pvt ltd.નાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર શિતલ ખોટ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજની સિદ્ધિઓ બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને પોતાના જીવન પ્રસંગો વર્ણવી જીવનમાં આગળ વધવા પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ થી ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા ત્રણ દાયકામાં TMIMSએ અસંખ્ય વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપીને ઉદ્યોગજગતને કુશળ લીડર, શૈક્ષણિક ક્ષેત્ર ને કુસળ શિક્ષકો આપ્યા છે. અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા ઉદ્યોગસાહસિકો આપ્યા છે. જે પોતાના દરેક ક્ષેત્રે પ્રગતી નાં પથ પર બિરાજમાન થયેલ છે 1995થી શરૂ થયેલો આ શૈક્ષણિક પ્રવાસ આજે TMIMS ને માત્ર કચ્છ જ નહિ પરંતુ ગુજરાત એક દિશાસૂચક દીવા રૂપ બની રહ્યો છે સંસ્થાએ શરૂઆતથી જ મજબૂત પ્લેસમેન્ટ રેકોર્ડ જાળવ્યો છે. વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત કંપનીઓમાં તક મળી છે અને આજે TMIMSના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉદ્યોગ, ઉદ્યોગસાહસિકતા અને શૈક્ષણિક જગતમાં નેતૃત્વ સંભાળી રહ્યા છે.
કાકા તોલાની ની દીકરી મેડમ જમવન્તી કનલ નું સપનું હતું કે આદીપુર નાં તોલાની વિદ્યામંદિરમાં MBAની કોલેજ હોય આ સપનાને સાકાર કરવા માટે ગાંધીધામ કોલેજીઅટે બોર્ડ દ્વારા વર્ષ 1995માં TMIMSની સ્થાપના કરવામાં આવી. સંસ્થાના પાયામાં કાકા પ્રિભદાસ તોલાણીની સત્યનિષ્ઠા, પારદર્શિતા અને સમાજસેવાની જે ભાવના હતી, તે જ સંસ્થાની નીતિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે. આજ સુધી TMIMSમાં કોઈ મેનેજમેન્ટ ક્વોટા નથી, કોઈ પણ પ્રકારનું ડોનેશન લેવામાં આવતું નથી અને એડમિશન હંમેશા મેરિટ આધારિત કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ફક્ત સરકાર માન્ય FRC દ્વારા નક્કી કરેલી ફી જ લેવામાં આવે છે અન્ય કોઈ પણ પ્રકારની વધારાની ફી કે છુપાયેલા ખર્ચ લેવામાં આવતા નથી. સમાજ પ્રત્યે આ સંસ્થા નું અદભૂત યોગદાન રહેલું છે. આ અગાઉ વિદ્યાર્થીઓ ને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવું પડતું હતું જેના કારણે અનેક વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ થી વંચિત રહી જતા હતા જેથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી ત્યાર બાદ ઉતરોઉત્તર પ્રગતિ કરતી રહી છે અને મેડમ જમવન્તી કનલ નાં સપના ને સાકાર કરી રહી છે.
આ ઉપરાંત ગત વર્ષે તોલાની મોટેવાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (TMIMS)એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) અંતર્ગત સૌપ્રથમ NBA માન્યતા મેળવનાર સંસ્થા બનવાનો ગૌરવ મેળવ્યો હતો અને તે દરેક વિદ્યાર્થી, ફેકલ્ટી અને stakeholder માટે ગૌરવ ની વાત છે.
આ ઉજવણીમાં આ સંસ્થા સાથે પહેલાજ દિવસથી જોડાયેલા સંસ્થાના ડાયરેક્ટર ડો. સંપદા કાપસે તથા લાઈબ્રેરિયન ડો. સુરેશ લાલવાનીનું સ્ટાફ ગણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જે અવિરત અને અમુલ્ય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે તે બદલ સ્ટાફગણ હમેશા તેમના આભારી રહેછે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાનાં ડાયરેક્ટર ડો.સપદા કાપસે દ્વારા વિધાર્થીઓ તથા સ્ટાફની સરાહના કરવામાં આવી અને સંસ્થા જે ગુણવત્તા માટે જાણીતી છે તેને હમેશા ટકાવી રાખવાની નેમ લેવામાં આવી હતી.