સરકારની ટ્રાફિક ડ્રાઈવ છતાં અકસ્માતો યથાવત ઃ 2022માં 7,618 મોત
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં, અકસ્માતોની સંખ્યા ખૂબ ઊંચી છે. માર્ગ પરિવહન અને હાઈવેઝ મંત્રાલયના એક અહેવાલ મુજબ રાજ્યમાં 2022માં 15,751 માર્ગ અકસ્માતોની નોંધ કરવામાં આવી હતી, જ્યારે 2021માં આ સંખ્યા 15,186 હતી.
આ આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઊંચી રહી છે. આંકડાઓ દર્શાવે છે કે 2018 માં 18,769 અકસ્માતોમાંથી ગમે તેવા હદ સુધી ઘટાડો થયો નથી. ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં મોતનો આંકડો પણ ચિંતાજનક છે. 2022માં 7,618 લોકોના મોત નોંધાયા હતા, જે 2021ના 7,452નાં પ્રમાણમાં વધારે છે. આ વૃદ્ધિ રાજ્યમાં માર્ગ સલામતીની ચિંતાઓને ખૂબ જ ગંભીર રીતે દર્શાવે છે.
ગુજરાત સરકારે માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને ઘટાડવા માટે ઘણા ઉપાય કર્યો છે. તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કડક વલણના પગલે રાજ્યમાં ગૃહ વિભાગ ધ્વારા ફરજિયાત હેલમેટ અને તે ચકાસવા માટે ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી તેમ છતાં અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર પાસે અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સના અભાવને કારણે પણ અકસ્માત વધી રહ્યા છે.
ઓવર-સ્પીડિંગ, ડ્રંક ડ્રાઈવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું જેવી બાબતો માર્ગ અકસ્માતોની સંખ્યામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.