ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ મહાનગરપાલિકા દ્વારા વ્યાજમાંથી યોજના લાગુ કરીને ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોના કરદાતાઓને 100% વ્યાજ માફી આપવાની માંગ સાથે કોંગ્રેસે મનપાના વહીવટદાર-જિલ્લા કલેકટર અમિત અરોરા અને મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યાને પત્ર લખવામાં આવ્યો છે.
ગાંધીધામ કોંગ્રેસના મહામંત્રી અને જિલ્લાના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન લતીફ ખલીફાએ કલેકટર અને કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ 31/3/2025 સુધી સો ટકા વ્યાજ માફી કરવામાં આવી છે. અને ગત વર્ષે સરકારમાંથી સૂચના આવ્યા પછી ગાંધીધામ નગરપાલિકા દ્વારા જે કરદાતાઓએ વર્ષોથી ટેક્સ ભર્યો નથી તેમને 100% વ્યાજ માંથી કરવામાં આવી હતી, ત્યારે પાલિકાની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો.
વહીવટી તંત્ર અસહ્ય મોંઘવારીમાં લોકોની આર્થિક સ્થિતિ સારી નથી. તેવામાં વ્યાજની વસૂલાત કરે તે યોગ્ય નથી. લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.મહાનગરપાલિકા બની છે ત્યારે આ પ્રથમ વખત 100 ટકા વ્યાજની માફી આપવામાં આવે તો સંકુલના નાગરિકો માટે રાહત રૂપ રહેશે અને ગાંધીધામ મહાનગરપાલિકાને પણ ટેક્સમાં કરોડો રૂપિયાની આવક થવાની સંભાવના છે. આ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોને આવરી લેવામાં આવે તે જરૂરી છે.