પેરાડાઇઝ ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિન નિમિત્તે “પેરાડાઇઝ ટીચર્સ એવોર્ડ સમારોહ”નું આયોજન કરાયું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :પેરાડાઇઝ ફાઉન્ડેશન દ્વારા“પેરાડાઇઝ ટીચર્સ એવોર્ડ સમારોહ” નું આયોજન કરાયું જેમાં ગાંધીધામ અને આદિપુર વિસ્તારની સરકારી તથા ખાનગી શાળાઓમાંથી પસંદ કરાયેલા 25 પ્રતિભાશાળી શિક્ષકોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ માં મુખ્ય અતિથિ લાલજી ઠક્કર (બીઆરસી, ગાંધીધામ)ના હસ્તે બુકે તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે સન્માનિત થયેલા શિક્ષકોએ પોતાના અનુભવો વહેંચ્યા અને શિક્ષણક્ષેત્રે પોતાના યોગદાનની સાથે ભવિષ્યના લક્ષ્યો વિશે પણ રજૂઆત કરી.પેરાડાઇઝ ફાઉન્ડેશન ના સંસ્થાપકો અને સભ્યોએ જણાવ્યું કે શિક્ષકો સમાજના સાચા માર્ગદર્શક છે અને તેમના પ્રયત્નોથી જ સમાજમાં જ્ઞાન અને સંસ્કારનો પ્રસાર થાય છે.

Advertisements
Advertisements

આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાપક સન્ની બુચિયા,પિયુષ શ્રીવાસ્તવ,પ્રમુખ જયશ્રી કેવલાણી, ડો કિશન કટુઆ, વિક્રમ દુલગચ,હેતલ સોલંકી, પ્રીતિ મોમાયા, સ્મિત ઠક્કર, ડો શીતલ માલી, સીમા સેઠી, રાજેશ વાઘેલા, હિરલ સોલંકી અને બબીતા ગોયલ વગેરે જહેમત ઉપાડેલ..

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment