આદિપુર નજીક શિણાયમાં નવી ગ્રામ્ય પોલીસ ચોકીનું લોકાર્પણ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર નજીક શિણાય ગામના રમાડા ત્રણ રસ્તા પાસે નવી ગ્રામ્ય પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમરના વરદ હસ્તે આ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisements

આ પ્રસંગે પોલીસ ચોકીના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Advertisements

કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ નવીન પોલીસ ચોકીથી શિણાય અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ સરળતા રહેશે. આ લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment