ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પૂર્વ નગરમંત્રી સહિત 20 કાર્યકર્તાઓ મુન્દ્રા ખાતે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIમાં જોડાયા હતા. આ કાર્યક્રમ કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આયોજિત કારોબારી બેઠકમાં થયો હતો.
મુન્દ્રાના ABVPના પૂર્વ નગરમંત્રી વિજયરાઘવ સિંહ અને તેમના 20 સાથીદારોએ NSUIનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે સંગઠનમાં પ્રવેશ કર્યો હતો.
ભુજ શહેર NSUIની નવી ટીમની જાહેરાત
This Article Includes
આ બેઠકમાં ભુજ શહેર NSUIની નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છે:
- પ્રમુખ: કૃષ્નરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા
- જીલ્લા મહામંત્રી: મોહમ્મદ ફૈસલ મુસ્તાક હિંગોરજા
- ઉપપ્રમુખ: જયપાલસિંહ કાળુભા જાડેજા
- મહામંત્રી: ઓમ જોષી
- સહમંત્રી: તીર્થ રવિન્દ્રભાઈ મામોટિયા
- મંત્રી: હમ્ઝા ચોપદાર
વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન અને ભાવિ કાર્યક્રમો
કચ્છ જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓના નિવારણ માટે એક હેલ્પલાઇન નંબર 9662721543 જાહેર કરવામાં આવ્યો છે. પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થી આ નંબર પર સંપર્ક કરી પોતાની સમસ્યા જણાવી શકશે.

આગામી સમયમાં, કચ્છની તમામ કોલેજોમાં કેમ્પસ યાત્રા યોજીને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવામાં આવશે અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને જોડવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા અન્ય કાર્યક્રમો પણ આયોજિત કરવાનું આયોજન છે.