ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં આવેલી ઓમ સિનેમા ચાર રસ્તા પાસે, ગાંધીધામના શેરી ફેરીયા સંગઠન દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો આજરોજ શુભારંભ થયો છે, જેમાં પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, પાણી અને લાઇવ પ્રસાદીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સેવા કેમ્પના આયોજનમાં ગોવિંદભાઈ ગઢવી, વિસાલભાઈ રિજવાની, મયુરભાઈ ભાટિયા, સંજયભાઈ વર્મા, મકસુદભાઈ, દશરથભાઈ પ્રજાપતિ, મિહિરભાઈ ભદ્રા, પ્રકાશભાઈ ઠક્કર સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

આ પ્રકારના સેવા કાર્યો દ્વારા, શેરી ફેરીયા સંગઠન સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે અને પદયાત્રીઓને સુવિધા પૂરી પાડી રહ્યું છે. આ આયોજનને લીધે પદયાત્રીઓને તેમની યાત્રા દરમિયાન વિશ્રામ અને તાજગી મળી રહેશે.
