ઈન્દોરમાં ‘પરફેક્ટ બિયર્ડ મોડેલ’ બનીને દીપક રાઠોડે કચ્છ અને અંજારનું નામ રોશન કર્યું

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તારીખ ૧૨-૧૦-૨૦૨૫ ના રોજ ઇન્દોર ખાતે આયોજિત ‘ઈન્ડિયા લેવલ બિયર્ડ એન્ડ મુસ્ટાચ શો’માં અંજારના યુવાન દીપક દેવજીભાઈ રાઠોડે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ સંઘડ ગામના અને અંજાર ગુર્જર સમાજના આ યુવાને આ સ્પર્ધામાં ‘પરફેક્ટ બિયર્ડ મોડેલ’નો સર્વોચ્ચ ખિતાબ જીતીને આખા ભારતમાં કચ્છનું ગૌરવ વધાર્યું છે.

Advertisements

આ સ્પર્ધામાં દીપકે માત્ર પોતાની દાઢી અને મૂછ જ નહીં, પરંતુ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ પણ રજૂ કરી હતી. તેણે કચ્છના રબારી સમાજનું પરંપરાગત પહેરણ, મહેશ્વરી સમાજનું કેડિયું અને ભવ્ય પાઘડી ધારણ કરીને પોતાના પ્રદર્શનમાં પ્રાંતીય ઓળખનો સ્પર્શ ઉમેર્યો હતો. આ પહેરવેશ અને દીપકની આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆતે નિર્ણાયકોને પ્રભાવિત કર્યા અને તેને વિજેતા બનાવ્યો. દીપકની આ સફળતા અંજાર, કચ્છ અને સમગ્ર ગુર્જર સમાજ માટે ગર્વની વાત છે.

Advertisements
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment