ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ શરૂ

ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ શરૂ ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ શરૂ
Spread the love
  • 13 વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી જાહેર

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ અનુસાર શહેરના 13 વોર્ડનું સીમાંકન કરવામાં આવ્યું છે. દરેક વોર્ડની સરેરાશ વસ્તી 23,727 નક્કી કરવામાં આવી છે.

ચૂંટણી માટે કુલ 52 બેઠકો નક્કી થઈ છે, જેમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત સમાજના તમામ વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 10 બેઠકો, અનુસૂચિત આદિજાતિ માટે 1 બેઠક અને પછાત વર્ગ માટે 14 બેઠકો અનામત રાખવામાં આવી છે. આમ કુલ 39 બેઠકો અનામત છે જ્યારે 13 બેઠકો સામાન્ય શ્રેણી હેઠળ રહેશે.

Advertisements

આ ફાળવણીથી સ્પષ્ટ થાય છે કે ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીમાં સમાજના તમામ વર્ગો અને ખાસ કરીને મહિલાઓને મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ મળશે. ચૂંટણીની આ પ્રક્રિયા માત્ર એક લોકશાહી તહેવાર જ નહીં પરંતુ ગાંધીધામના ભવિષ્ય વિકાસનો માર્ગદર્શક પગલું પણ છે.

સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ જાહેરાત બાદ ચર્ચાનો માહોલ ગરમાયો છે. અનેક રાજકીય પક્ષોએ ચૂંટણી રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. ઉમેદવારો માટે હવે મહત્વનું રહેશે કે કયા વોર્ડમાં અનામતનો લાભ કોને મળશે અને કયા વિસ્તારમાં સામાન્ય સ્પર્ધા રહેશે.

ગાંધીધામ મહાનગરપાલિકા તરીકેનું નવું સ્વરૂપ ધારણ કર્યા પછી આ પહેલી ચૂંટણી છે, તેથી તમામની નજર આ ચૂંટણી પર છે.

વોર્ડ નં. 1,2માં મેઘપર (કું), બોરીચીથી શિણાય સુધી સમાવેશ વોર્ડ નં. 1માં મેઘપર કુંભારડીથી શરૂ થઈને નર્મદા કેનાલ ઓળંગી, આદિપુર વોર્ડ 1એથી લુણંગદેવ, આદિપુર મુંદ્રા રાજ્ય માર્ગ ઓળંગીને તુણાની બાઉન્ડ્રી અને શિણાય ગામના ધોરી માર્ગથી પસાર થઈને રેલવે લાઈન ઓળખી ગાંધીધામ મુંદ્રા હાઈવે સુધીનો સમાવેશ કરાયો છે. વોર્ડ 2માં મેઘપર બોરીચીથી અંજારની હદ સુધી, એરપોર્ટ રોડ ઓળંગીને વરસામેડીની હદ થઈને ગળપાદર ગામ અને ધોરી માર્ગનો સમાવેશ થાય છે.

ગામ સમાવેશ થતા ઓબીસી લોબી મજબુત થશે વોર્ડના બદલાયેલા સમીકરણોના આધારે પ્રાથમિક ધોરણે જોતા રાજનીયીજ્ઞોના આધારે જોતા બક્ષીપંચ અને ખાસકરીને આહીર લોબીનું પ્રભુત્વ મનપામાં વધવા પામશે તેવી સંભાવના છે. અગાઉ ગાંધીધામ તાલુકા પંચાયતમાં પણ આહીર લોબીની બોલબોલા હતી અને શહેરમાં પણ ઔધોગિક સ્તરે તેમની કામગીરીની બોલબોલા છે ત્યારે હવે મનપામાં પણ તેની ક્ષમતા વધુ ખીલશે તેવી સંભાવના બની રહી છે.

દરેક સીટમાં બે મહિલા, પછાતવર્ગની સીટો વધી​​​​​​​ વોર્ડ નં. 11,10,5,13,7,4,8ના પછાતવર્ગ સ્ત્રી માટે તેમજ વોર્ડ નં. 1,2,6,8,3,9,12 પછાતવર્ગ માટે સીટ આરક્ષીત રહેશે. અગાઉના નગરપાલિકાના સાપેક્ષમાં પછાતવર્ગ માટેની સીટોમાં વધારો થવા પામ્યો છે, જે અગાઉ 9 કરતા હવે 14 જેટલી બની શકસે.

11થી 13માં કિડાણા, સેક્ટર 7, કાર્ગો ઝુપડા જીઆઈડીસીનો સમાવેશ થશે વોર્ડ નં. 11 કાસેઝ, કિડાણા ભારાપર રોડ તેમજ વોર્ડ 12માં સેક્ટર 7, સેક્ટર 5 અને વોર્ડ નં. 12માં વોર્ડ નં. 12, કિડાણા ભારાપર રોડ, અને વોર્ડ નં. 12માં ધનજીબાપુ કિડાણા ચાર રસ્તાના સેક્ટર 7, સેક્ટર 6, કાસેઝમ, વાવાઝોડા, રોટરીનગર અને વોર્ડ 13 કંડલા નેશનલ હાઈવે કાર્ગો મોટર્સની કાર્ગો ઝુપડા, એફસીઆઈ ગોડાઉન, સેક્ટર 10 થી 12, જીઆઈડીસી, આઈટીઆઈ, ઝુપડાઓનો સમાવેશ થાય છે.

વોર્ડ 5,6માં રીલાયન્સ સર્કલ, ભારતનગરને સામેલ કરાયા ​​​​​​​વોર્ડ 5માં રીલાયન્સ સર્કલ, મહારાણા પ્રતાપ સ્મારકથી રાજવી ફાટક રોડ, રામદેવપીર મંદીર, 9બી, ડીસી2 થઈને ઓશીયા મોક્લ, સિંધુ ભવન સુધી તેમજ વોર્ડ 6માં ગૌભક્ત શંભુબાપા રોડથી રેલવે બાઉન્ડ્રી ઝુપડા થઈને ભાનુભવન, કૈલાશનગર સોસાયટી, સોનલનગર ઝુપડા, ચામુંડા મંદીર, મહેશ્વરી નગર, ધણીમાતંગ દેવ સર્કલ સુધીને સમાવીષ્ટ કરાયા છે.

વોર્ડ નંબર 9-10માં એસટી, ઓસ્લો, મુખ્ય માર્કેટ, સેક્ટર-5, સપનાનગરનો સમાવેશ વોર્ડ 9માં ખોડીયારનગર, સેક્ટર 9સી, એસટી બસ સ્ટેશન, સેક્ટર 8, કેડીબીએ, ટાગોર રોડથી જુની કોર્ટ, ગાંધી માર્કેટના વિસ્તારનો સમાવેશ થાય છે. વોર્ડ 10માં સેક્ટર 1, ઓસ્લો ટોકીઝ અને વિસ્તાર, સેક્ટર 4, કિડાણા જતા રસ્તા, સેક્ટર 5, સપનાનગર, ઈફ્કોનો સમાવેશ થાય છે.

વોર્ડ 5,6માં રીલાયન્સ સર્કલ, ભારતનગરને સામેલ કરાયા ​​​​​​​વોર્ડ 5માં રીલાયન્સ સર્કલ, મહારાણા પ્રતાપ સ્મારકથી રાજવી ફાટક રોડ, રામદેવપીર મંદીર, 9બી, ડીસી2 થઈને ઓશીયા મોક્લ, સિંધુ ભવન સુધી તેમજ વોર્ડ 6માં ગૌભક્ત શંભુબાપા રોડથી રેલવે બાઉન્ડ્રી ઝુપડા થઈને ભાનુભવન, કૈલાશનગર સોસાયટી, સોનલનગર ઝુપડા, ચામુંડા મંદીર, મહેશ્વરી નગર, ધણીમાતંગ દેવ સર્કલ સુધીને સમાવીષ્ટ કરાયા છે.

વોર્ડ નંબર 9-10માં એસટી, ઓસ્લો, મુખ્ય માર્કેટ, સેક્ટર-5, સપનાનગરનો સમાવેશ ​​​​​​​વોર્ડ 9માં ખોડીયારનગર, સેક્ટર 9સી, એસટી બસ સ્ટેશન, સેક્ટર 8, કેડીબીએ, ટાગોર રોડથી જુની કોર્ટ, ગાંધી માર્કેટના વિસ્તારનો સમાવેશ થાય છે. વોર્ડ 10માં સેક્ટર 1, ઓસ્લો ટોકીઝ અને વિસ્તાર, સેક્ટર 4, કિડાણા જતા રસ્તા, સેક્ટર 5, સપનાનગર, ઈફ્કોનો સમાવેશ થાય છે.

વોર્ડ 7-8માં સુંદરપુરી, ગોપાલપુરી, અપનાનગર, શક્તિનગર, લીલાશાહ સામેલ વોર્ડ નં. 7માં ધણીમાંતગ જ્યોત સર્કલથી વોર્ડ 10એ, સુંદરપુરી હેડ વોટર્સ, 10બીસી, 10એએ અને વોર્ડ 8માં ગોપાલપુરી, ડીએલબી કોલોની, એફસીઆઈ કોલોની, અપનાનગર, લીલાશાહ નગર, ગાંધીમાર્કેટ, શક્તિનગર, ગાયત્રી મંદીર રોડનો સમાવેશ કરાયો છે.

Advertisements

વોર્ડ 3-4માં રાજવી ફાટક, આદિપુર, ડીસી5 વિસ્તાર વોર્ડ 3માં તોલાણી કોલેજ કેમ્પસ, રાજવી રેસોર્ટ, એરપોર્ટ થઈને ગોપાલ સ્ટેડીયમ સમાવાયો છે. તો વોર્ડ નં 4માં એસઆરસી જુની ફેક્ટરીથી રામપથ રોડ થઈને લીલાશાહ સર્કલ, પ્રભુદર્શન હોલ થી નહેરુ સર્કલ થઈ રામબાગ હોસ્પિટલ, ડીસી5 થઈને લુંણગદેવ માર્ગ પાસેથી પસાર થતા વિસ્તારને સમાવાયો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment