ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન (SRC) ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી 26 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ચૂંટણીમાં ડાયરેક્ટર પદની 8 જગ્યાઓ માટે કુલ 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ ચૂંટણીમાં SRCના લગભગ 3,000 શેરહોલ્ડરો મતદાન કરશે, અને પરિણામ 29મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.

પેનલો અને ઉમેદવારો
This Article Includes
આ સ્પર્ધામાં બે મુખ્ય પેનલ અને ચાર સ્વતંત્ર ઉમેદવારો છે.
- પ્રોગ્રેસિવ પેનલ: આ પેનલમાં હરીચંદ થારવાની, મહેશ લખવાણી, નીલેશ પંડ્યા, ધ્રુવ દરયાણી, અનિલ ચંદનાની, લલિત વિધાણી, કલ્પેશ આહુજા અને ભરત રાજાણીનો સમાવેશ થાય છે.
- ભાઈપ્રતાપ પેનલ: આ પેનલમાં નરેશ બુલચંદાણી, મુકેશ લખવાણી, મુકેશ બેલાણી, ધર્મેશ દોશી, સંજય જગેસીયા, શશિકાંત ધનવાણી, મનીષ ઠક્કર અને સતીશ લાલવાણીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત ગજ્જર, વિક્રમ ભાટીયા, મહેશ આહુજા અને ઓમપ્રકાશ નાવાણી સ્વતંત્ર ઉમેદવારો તરીકે મેદાનમાં છે.
વર્તમાન પરિસ્થિતિ અને નિવૃત્તિ
SRCમાં હાલમાં પાંચ ડિરેક્ટર્સ કાર્યરત છે, જેમાં કાર્યકારી ચેરપર્સન પ્રેમ લાલવાણી, સેવક લખવાણી, હરેશ કલ્યાણી, નરેશ બુલચંદાણી, અને નિલેશ પંડ્યાનો સમાવેશ થાય છે. નિયમો અનુસાર, કુલ ડિરેક્ટર્સમાંથી ત્રીજા ભાગના સભ્યોને નિવૃત્ત થવાનું હોય છે. આ નિયમ હેઠળ નરેશ બુલચંદાણી અને નિલેશ પંડ્યા નિવૃત્ત થઈ રહ્યા છે, જોકે તેઓ ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.
આ ચૂંટણી પછી, SRCનું કુલ મહેકમ 15 ડિરેક્ટર્સનું થશે, જેમાં આઠ ચૂંટાયેલા અને ત્રણ સરકારી ડિરેક્ટર્સનો સમાવેશ થશે. આ સંપૂર્ણ મહેકમ ભરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો..