- સરકારી હોસ્પિટલના દર્દીઓને કતારમાં રહીને કેસ કઢાવવાની માથાકૂટ થશે દુર
- સરકારના આદેશથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક QR કોડ જારી કરાશે
- મોબાઈલ એપ દ્વારા QR કોડ સ્કેન કરી OPD રજીસ્ટ્રેશન કરી શકાશે
ગાંધીધામ સંકુલ માટે મહત્વની મનાતી સરકારી રામબાગ હોસ્પિટલમાં દર્દીઓને કતારમાં ઉભા રહીને કેસ પેપર કઢાવવાની જે માથાકૂટ છે. તે થોડાક સમયમાં દૂર થવા જઈ રહી છે. જેમાં સરકારના આદેશથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક QR કોડ જારી કરવામાં આવશે. તેમજ દર્દીઓ અથવા તો તેના સંબંધિતો મોબાઈલ એપ દ્વારા QR કોડ સ્કેન કરી OPD રજીસ્ટ્રેશન કરી શકશે. આ ઉપરાંત દર્દીના પરિવારને લાંબા સમય સુધી લાઈનમાં નહીં ઉભું રહેવું પડે. તેમજ આખી સિસ્ટમ ટૂંક સમયમાં જ શરૂ થવાની છે.
અનુસાર માહિતી મુજબ, સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે ટૂંક સમયમાં OPDના કેસ પેપર માટે QR કોડ સિસ્ટમ જારી કરવામાં આવશે. ગાંધીધામ સંકુલ માટે મહત્વની મનાતી સરકારી રામબાગ હોસ્પિટલમાં દર્દીઓને કતારમાં ઉભા રહીને કેસ પેપર કઢાવવાની જે માથાકૂટ છે. તેમજ થોડાક સમયમાં દૂર થવા જઈ રહી છે. સરકારના આદેશથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક QR કોડ જારી કરવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓ અથવા તો તેના સંબંધિતોએ મોબાઈલ એપથી તે QR કોડ સ્કેન કરીને OPD રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
તે પ્રક્રિયા કરશે એટલે ટોકન નંબર મળશે તે ટોકન રામબાગ હોસ્પિટલમાં બતાવવાનો રહેશે એટલે તુરંત તે દર્દી અથવા તો તેના સંબંધીને કેસ પેપર આપી દેવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને લાંબા સમય સુધી લાઈનમાં ઉભું રહેવું નહીં પડે. આખી સિસ્ટમ ટૂંક સમયમાં જ શરૂ થવાની છે,