ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ગત રાત્રિના ગાંધીધામની વિવિધ સોસાયટીઓમાં નવરાત્રી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં શિણાય રોડ પર આવેલ રવેચી ધામ-૨ સોસાયટીનો પ્રવાસ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
સોસાયટીની અંદર પ્રવેશતા જ ત્યાંની સ્વચ્છતા અને સુવ્યવસ્થાએ પ્રભાવિત કર્યા હતા, જ્યાં પ્રભુતાના દર્શન થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ, નવરાત્રીના આયોજન દરમિયાન સોસાયટીના રહીશોમાં હિન્દુત્વની ભાવના અને સમાજની એકતા તથા અખંડતાના સ્પષ્ટ દર્શન થયા હતા.

આ પ્રસંગે રવેચી ધામ-૨ સોસાયટીના રહેવાસીઓ, જેમાં ઉપપ્રમુખ માધાભાઈ ડાંગર, તેમજ જગદીશભાઈ વીરડા, વિપુલભાઈ, વિજયસિંહ જાડેજા, અને દલસુખભાઈ સુથારનો સમાવેશ થાય છે, તેમણે વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમને આવકારી હતી.

સોસાયટીના અગ્રણીઓએ વિશ્વ હિન્દુ પરિષદના ગાંધીધામ નગર મંત્રી કાનજીભાઈ ચૌધરી અને સહમંત્રી શંકરભાઈ ઢીલા સહિત સમગ્ર ટીમનું સન્માન કર્યું હતું.
આ અંગેની માહિતી ધર્મ પ્રચાર પ્રમુખ હિતેશભાઈ ચૌધરી દ્વારા યાદીમાં જણાવવામાં આવી છે.