ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સાદગી, સ્વચ્છતા અને અહિંસાના પ્રતીક એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ‘જય જવાન, જય કિસાન’ નો નારો આપનાર મહાપુરુષ લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે ગાંધીધામ મધ્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
ગાંધીધામની સામાજિક સંસ્થા ‘કર્તવ્ય’ ટીમ દ્વારા આ પાવન દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્તવ્ય ટીમના સ્વયંસેવકોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલમાળા અર્પણ કરીને સત સત નમન કર્યા હતા.
આ પ્રસંગે કર્તવ્ય ટીમના અગ્રણી હંસરાજભાઈ કિરીએ ઉપસ્થિત સૌને સંબોધતા લાલ બહાદુર શાસ્ત્રીજી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનું વર્ણન કર્યું હતું, જેણે સૌને દેશભક્તિ અને સાદગીનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી તેજાભાઈ કાનગડ પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ બાદ, ‘કર્તવ્ય’ ટીમના ઉત્સાહી સ્વયંસેવકોએ આજુબાજુના વિસ્તારમાં સાફ-સફાઈ કરીને સેવાકાર્ય કર્યું હતું, જે ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને સાર્થક કરે છે.
સમગ્ર કાર્યક્રમમાં ગાંધીજી અને શાસ્ત્રીજીના આદર્શોને યાદ કરીને તેમના પગલે ચાલવાનો સંકલ્પ લેવાયો હતો.