ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છમાં વિમાની સેવાનો વ્યાપ વધારવા માટે ચાલી રહેલા પ્રયાસોને સફળતા મળી છે. એર ઈન્ડિયા દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ ભુજથી મુંબઈને જોડતી વધુ એક દૈનિક ફ્લાઈટ 26 ઓક્ટોબર, 2025થી ઉડાન ભરશે. આ નિર્ણયથી પ્રવાસીઓ માટે હવે સવાર અને સાંજ બંને સમયે મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ થશે.
એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી અનુસાર, નવી ફ્લાઈટ 26 ઓક્ટોબરથી શરૂ થશે. આ વિમાન મુંબઈથી બપોરે 1:50 કલાકે ઉડાન ભરશે અને બપોરે 3:20 કલાકે ભુજ એરપોર્ટ પર પહોંચશે.
પરત મુસાફરી માટે, આ ફ્લાઈટ ભુજથી સાંજે 4:00 કલાકે ઉપડશે અને સાંજે 5:25 કલાકે મુંબઈ પહોંચશે. અત્યાર સુધી ભુજ અને મુંબઈ વચ્ચે માત્ર સવારના ભાગે એક જ ફ્લાઈટ ઉડાન ભરતી હતી. આ નવી સાંજની ફ્લાઈટ શરૂ થવાથી સ્થાનિકો, વેપારીઓ અને પ્રવાસીઓને મોટો લાભ મળશે. આ પગલું ભુજની એર કનેક્ટિવિટીને મજબૂત બનાવશે.