ગાંધીધામ ટુડે, ન્યૂઝ: આદિપુરના ટીઆરએસ નવરાત્રી મંડળ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષથી આ મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર આ મહોત્સવ ઉજવાયો હતો.

મહોત્સવની શરૂઆતથી લઈને પૂર્ણાહુતિ સુધી, નવરાત્રી મંડળના તમામ સભ્યોનો ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો. સભ્યોના સહકાર અને મહેનતના કારણે આ નવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને આનંદિત વાતાવરણ સાથે સંપન્ન થયો હતો. ટીઆરએસના દરેક રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ આનંદનો અનુભવ કર્યો હતો.

નવરાત્રીના નવેય દિવસ દરમિયાન માતાજીની આરતી, ગરબા, પ્રસાદ અને ભેટ આપીને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ સફળ આયોજન પાછળ નવરાત્રી મંડળના સભ્યો જેવા કે કિરિટસિંહ, વનરાજસિંહ, દિલીપસિંહ, મિલિંદભાઈ, રાજેશભાઈ, કમલભાઈ, લલિતભાઈ, બુકુલ મહારાજ, સુમિતભાઈ, જિગ્નેશભાઈ, નીલેશભાઈ, વિશાલભાઈ, શાંતિલાલ, દિનેશભાઈ, દીપકભાઈ, જીતુભાઈ, મનોજભાઈ, રમેશભાઈ, ધ્રુવભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.