પ્રાથમિક શિક્ષકોની ઓફલાઈન જિલ્લાફેર બદલી કેમ્પનો બીજો તબક્કો યોજાશે

The second phase of offline district transfer camp for primary teachers will be held The second phase of offline district transfer camp for primary teachers will be held

ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લાફેર બદલીના ઓફલાઈન કેમ્પનો બીજો તબક્કો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વેઈટિંગ લિસ્ટમાં રહેલા શિક્ષકોને ખાલી રહેલી જગ્યામાં બદલીનો લાભ મળે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી ધોરણ-1થી 5 માટે 27 ફેબ્રુઆરીના રોજ અને ધોરણ-6થી 8 માટે 28 ફેબ્રુઆરીના રોજ કેમ્પ યોજવાનો રહેશે.

આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં બદલી કેમ્પના કારણે શિક્ષકો હાજર થવાથી જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે. પરંતુ કેમ્પમાં હાજર થયેલા શિક્ષકોની મુળ જગ્યા ખાલી પડતા જ્ઞાન સહાયકોને ત્યાં નિમણૂક આપવામાં આવશે.

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લાફેર બદલીનો કેમ્પ પૂર્ણ થયા બાદ પણ હજુ કેટલાક જિલ્લામાં જગ્યા ખાલી અને વેઈટિંગમા શિક્ષકો હોવાની રજૂઆતો થઈ હતી. જેથી ઓફલાઈન કેમ્પનો બીજો તબક્કો યોજવા અંગે નિયામક કચેરીએ વિભાગને પત્ર પાઠવતા મંજૂરી અપાઈ છે. વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી બદલી માટે રાહ જોતા અને થોડા માટે વેઈટિંગમા રહી ગયેલા શિક્ષકોને ફાયદો થશે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીના ઓફલાઈન કેમ્પનો બીજો તબક્કો યોજાશે.

27 ફેબ્રુઆરીના રોજ ધોરણ-1થી 5 માટે જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે અને 28 ફેબ્રુઆરીના રોજ ધોરણ-6થી 8 માટે કેમ્પ યોજાશે. પ્રતિક્ષા યાદીમાં રહેલા ઉમેદવારોને ફેરબદલી કેમ્પના સ્થળ, સમય અને તારીખ અંગેની જાણ સમયસર કરવા માટે જણાવાયું છે. પ્રતિક્ષાયાદી મુજબ બોલાવવાના થતાં તમામ ઉમેદવારોને કેમ્પના બેથી ત્રણ દિવસ પહેલા જાણ થાય તે માટે પણ રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના વધ-ઘટ, આંતરિક અને જિલ્લાફેર બદલી કેમ્પના કારણે શિક્ષકો હાજર થવાની રાજ્યના ઘણા જિલ્લાઓમાં જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યાં છે. બીજી તરફ બદલીથી અન્ય શાળામાં ગયેલા શિક્ષકોના કારણે મુળ શાળાઓમાં જગ્યાઓ પણ ખાલી પડી છે. જેથી આ પ્રકારે છૂટા થયેલા જ્ઞાન સહાયકને જે-તે જિલ્લામાં ખાલી પડેલી જગ્યામાં નિમણૂક આપવામાં આવશે. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓ અને શાસનાધિકારીને પરિપત્ર દ્વારા સૂચના પણ આપી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *