રાષ્ટ્રીય ધોરીમાર્ગને ખુલ્લો કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હાલના સમયમાં દબાણ ઉપર સારી કામગીરી કરી રહ્યું છે. વર્ષોથી જે રોડ તેની મૂળ ઓળખ ખોઈ બેઠા હતા તેને પરત અપાવવા માટે દબાણ ઉપર જબરજસ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે.શહેરના મુખ્ય રસ્તાઓની સાથે સાથે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગને પણ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી અધિકારીઓએ શરૂ કરી દીધી છે.
ગાંધીધામ મહાનગરપાલિકાના દબાણે ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જાેશી, ટાઉન પ્લાનર નીરવ પટેલ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અનિલ પ્રજાપતિ અને કિંજલ કટુવા, એન્જિનિયર અર્ણવ બુચ, મનોજ ટીકીયાણી તથા ગાયત્રી ગુપ્તા, એસઆરસીના ભગવાન ગિરયાની, દબાણ હટાવ શાખાના લક્ષ્મણભાઈ મહેશ્વરી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દિન દયાલ ઓથોરિટીની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસથી લઈને ટ્રાન્સપોર્ટ નગર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ની માપણી કરીને દબાણો ઉપર માર્કિંગ કરવામાં આવ્યું હતું અસંખ્ય દબાણો છે.

રાખ્યો ધોરીમાર્ગના સર્વિસ રોડ સાવ સાકડા કરી દેવામાં આવ્યા છે તે હદે ત્યાં દબાણ થઈ ગયા છે. અધિકારીઓએ રીતસર મેજર ટેપ થી રોડનું માપ કરીને માર્કિંગ કર્યું છે. સાથે સાથ દબાણ કારોને મહાનગરપાલિકા કાર્યવાહી કરે તે પહેલા સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેનું પણ કહેવામાં આવી રહ્યું છે.
કલેકટર રોડ આખો ખુલ્લો કરવામાં આવશે અને તેની સાથે સાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગના બંને સાઈડના સર્વિસ રોડ પણ દબાણ મુક્ત કરવાની દિશામાં વહીવટી તંત્રએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલમનપા દ્વારા અન્ય સંસ્થાઓ સાથે જાેડિયા શહેરોને દબાણ મુક્ત કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. જે જગ્યાઓ ઉપર સ્વેચ્છાએ દબાણ નહીં હટાવવામાં આવે ત્યાં બુલડોઝરથી અતિક્રમણને દૂર કરવાની કડક કાર્યવાહી કરાશે.

૨૦૦ ફૂટ નો હાઇવે ૧૫૦ ફૂટનો થઈ ગયો
ગાંધીધામ આદિપુરમાં વ્યાપક દબાણો છે જેને જ્યાં મોકો મળ્યો ત્યાં દબાણ કરી લીધા છે એના પગલે ૮૦ ફૂટ ના રોડ ૪૦ ફૂટ ના થઈ ગયા છે. આ શહેરી વિસ્તાર પૂરતી વાત નથી પરંતુ દબાણકારોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગને પણ છોડ્યો નથી. ૨૦૦ ફૂટ પહોળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૫૦ ફૂટથી પણ ઓછો વધ્યો છે જેના પગલે મનપા હરકતમાં આવી છે અને હવે આ સર્વિસ રોડના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
સીટી ટ્રાફિક પોલીસ ચોકી પણ દૂર કરાશે
મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર દબાણનું માર્કિંગ કરવામાં આવ્યું હતું. અને સીટી ટ્રાફિક પોલીસ ચોકી પણ દબાણમાં છે તેને પણ ત્યાંથી દૂર કરવામાં આવશે. આ ઉપરાંત અનેક હોટલોના છાપરાઓ દિવાલો દબાણમાં છે તે તમામ દબાણો દૂર કરવામાં આવશે તેવું અધિકારીઓ કહી રહ્યા છે.