ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ

Gujarat's budget of 3 lakh 70 thousand crores presented Gujarat's budget of 3 lakh 70 thousand crores presented

ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ | ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે. 

મહેસૂલઃ ખેડૂત એકમાત્ર જમીન બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે

  • ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે
  • ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને આઇ.ટી. સાધન-સામગ્રીની ખરીદી માટે ₹87 કરોડ
  • વિવિધ કચેરીઓ માટે 230 નવી જગ્યાઓ ઊભી કરવા ₹15 કરોડ
  • પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ₹429 કરોડ

ગૃહવિભાગઃશહેરોમાં ટ્રાફિક પોલીસની 1390 નવી જગ્યા ઉભી કરાશે

  • ગૃહ વિભાગ માટે કુલ ₹12,659 કરોડ
  • સાયબર સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ માટે 299 કરોડ
  • BDDS,QRT,SDRF કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹63 કરોડ
  • એન્‍ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે ₹23 કરોડ
  • રાજ્યની તમામ જેલોમાં સેન્‍ટ્રલાઇઝ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સીસ્ટમ માટે ₹44 કરોડ
  • રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹63 કરોડ
  • રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે ₹982 કરોડ
  • વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ₹217 કરોડની જોગવાઇ.
  • વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ₹6751 કરોડ

  • ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹2175 કરોડ
  • આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૯૮૭ કરોડ
  • સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૧૩૨ કરોડ
  • રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડ
  • વીજ વિતરણ વ્યવસ્થાના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹936 કરોડ
  • પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે ₹103 કરોડ
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં આપત્તિ પ્રતિરોધક વીજ માળખું ઊભું કરવા ₹100 કરોડની જોગવાઇ
  • હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹100 કરોડની જોગવાઇ.
  • ગુજરાતમાં એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹100 કરોડ

1 કરોડની લોનના એગ્રીમેન્ટ પર હવે મહત્તમ 5000 સ્ટેમ્પ ડ્યુટી

  • વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હકકમીના લેખ પર, પ્રવર્તમાન 4.90% સ્ટેમ્પ ડયુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂા.200ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે.
  • વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર 0.25% લેખે મહત્તમ રૂા.25,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂા.5,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. જેથી હાઉસીંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે.
  • એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ છે. જેના સ્થાને રહેણાંક માટે રૂા.500 તથા વાણિજ્ય માટે રૂા.1000ની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવશે તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે.
  • આ ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર. ગીરોખત, ગીરોમુક્તિ લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે, ઘરે બેઠા ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

ક્લાઇમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ ₹419 કરોડ

  • ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ષ 2047માં ઝીરો કાર્બનનો લક્ષ્યાંક
  • રાજ્યની સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹255કરોડ
  • ગુજરાત કલાઇમેટ ચેન્જ ફંડની સ્થાપના માટે ₹25કરોડ
  • ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે 70 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૨ કરોડ
  • રાજ્યના નાગરિકોમાં મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા માટે ₹૩૩ કરોડ

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3140 કરોડ 

  • વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹655 કરોડ
  • વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે ₹563 કરોડની
  • વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹416 કરોડ
  • વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹372 કરોડ
  • વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹225 કરોડ
  • હરિત વન પથ યોજના તેમજ મોટા રોપાઓ દ્વારા વૃક્ષારોપણ માટે ₹90 કરોડ
  • શહેરી વિસ્તારને સુશોભિત કરી હરિયાળુ બનાવવા વન કવચ મોડલ દ્વારા વાવેતર કરવા ₹50 કરોડ
  • ITના માધ્યમથી સિંહના અકસ્માત નિવારવા તથા વન્યપ્રાણી-માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ યુનિટની સ્થાપના માટે ₹40 કરોડ
  • ‘મિષ્ટી કાર્યક્રમ’(મેન્‍ગ્રોવ વાવેતર)ના અમલીકરણમાં ગુજરાત પ્રથમ ક્રમે રહેલ છે. જેના માટે ₹10 કરોડ
  • ઇકો સેન્‍સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં ઇકો ડેવલપમેન્‍ટની કામગીરી માટે ₹9 કરોડ
  • પડાલા બેટ, કોરીક્રીક વિસ્તારને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા તેમજ બેટ દ્વારકા ડેવલપમેન્ટ માટે આયોજન
  • કચ્છના ચાડવા રખાલ ખાતે હેણોતરો(Caracal) કેપ્ટિવ બ્રિડીંગ સેન્‍ટર અને ડીસા ખાતે નવીન પ્રાણી સંગ્રહાલય બનાવાશે

મહત્વના વિભાગોને કરવામાં આવેલી ફાળવણી

  • કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા
  • ઉર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા
  • સામાન્ય વહિવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા
  • કલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા
  • ગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયા
  • કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા
  • મહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયા
  • વન અને પર્યાવણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયા

કૃષિ અને સહકારઃપાંચ સ્થળે ફૂડ પાર્કનું નિર્માણ

  • કૃષિ-સહકાર વિભાગ માટે 22,498 કરોડ
  • ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડ
  • કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોને ખરીદીમાં સહાય આપવા 590 કરોડ
  • કચ્છ અમદાવાદ જુનાગઢ વડોદરા હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત
  • જામનગર ખાતે નવી કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાની જાહેરાત

આરોગ્ય અને પરિવાર કલ્યાણના બજેટમાં 16.35 ટકાનો વધારો

  • PMJAY હેઠળ 2.67 લાભાર્થીઓને કેસલેસ સારવાર માટે રૂ. 3676 કરોડ
  • G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1392 કરોડ
  • વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદરમાં કેન્સર સારવાર શરૂ કરવા ₹૧૯૮ કરોડ
  • સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ₹૧૦૦ કરોડ
  • એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ માટે ₹48 કરોડ
  • સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈ.સી.યુ., ઓબ્સેટ્રેટિક આઈ. સી. યુ., ગાયનેક આઈ. સી. યુ. વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂ કરવા માટે ₹44 કરોડ
  • ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા બનાવવા ₹૨૮ કરોડ
  • ઔષધના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવા માટે ₹10 કરોડ

મેડીસિટી પ્રકારની ઝોનવાઈઝ સુવિધા માટે રૂ. 231 કરોડ

અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના અમારા નિર્ધાર અન્વયે વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ; રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ; ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા ₹231 કરોડ

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ    

  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત સહાય આપવા ₹૪૧૦ કરોડ
  • એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ માટે રૂ. 175 કરોડ
  • મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના(CMSS) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૩૨ કરોડ
  • ગુજરાત ઇન્‍સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (GIT) માટે ₹૧૦૦ કરોડ
  • ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંતર્ગત ₹૩૦ કરોડ
  • i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ₹૨૫ કરોડ
  • પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ₹૨૦ કરોડ

શિક્ષણ માટે રૂ. 59,999 કરોડ

  • મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓના ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹૨૯૧૪ કરોડ
  • નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડ
  • રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૭૮૨ કરોડ
  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૨૫૦ કરોડ
  • એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹૨૨૩ કરોડ
  • જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્‍સ માટે ₹૨૦૦ કરોડ
  • સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી પ્રગતિમાં
  • મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૧૦૦ કરોડ
  • મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૭૦ કરોડ

મહિલાઓની આત્મનિર્ભરતા માટે ‘સખી સાહસ’ યોજના : મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત.મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.

ટ્રેકટરની ખરીદી સહાયમાં વધારો કરી 1 લાખ કરવામાં આવી : બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી ₹૧ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા ₹૧૬૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રૂ. 400 કરોડની જોગવાઈ : રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹૪૦૦ કરોડથી વધુની જોગવાઇ

કિસાન સૂર્યોદય યોજનાઃ રૂ. 2175 કરોડની ફાળવણી : ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે.આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹૨૧૭૫ કરોડની ફાળવણી

પ્રવાસન સ્થળોને સાંકળતા રસ્તાઓનો વિકાસ થશે : ઇન્‍ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડેવલપમેન્‍ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 200 એ.સી.બસો સંચાલિત કરવામાં આવશે. એકાવન શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ માઁ અંબાના ધામ અંબાજીના વિકાસ માટે ₹180 કરોડની વિશેષ જોગવાઇ કરું છું.

પ્રવાસન વિભાગનું બજેટ 31 ટકા વધારી રૂ. 6505 કરોડની ફાળવણી : યુનેસ્કોની વિશ્વના સૌથી 7 સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ ૨૦૨૪ દરમ્યાન ૧૮ કરોડ ૬૩ લાખ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યાં છે. પ્રવાસન જેવા રોજગારલક્ષી ક્ષેત્ર વિકસવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે. હોટલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન પ્રભાગના બજેટમાં ૩૧% ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ ₹૬૫૦૫ કરોડ સૂચવું છું.

વાજપાઈ બેેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો : કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઇ બેંકેબલ યોજના” હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ₹25 લાખ તથા સબસીડી રકમ વધારી ₹3 લાખ 75 હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં 100% નો વધારો કરીને ₹480 કરોડની જોગવાઇ

10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય : યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.

81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ. 4827 કરોડની ફાળવણી : ગુજરાતની આશરે 36% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹4827 કરોડની જોગવાઇ સૂચવું છું.

મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન : ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો અમારો સંકલ્પ છે. MSME, ટેકસટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા MSMEને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડી રોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ પાંચ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે.

ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ નીતિ અંતર્ગત 50 હજારથી વધુ રોજગારીનું સર્જન : રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી “ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ”(GCC) નીતિ અમલમાં મૂકી છે. જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને ૫૦ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે.

ચાર રીજીયનમાં I-HUB સ્થાપવાનું આયોજન : અમદાવાદ ખાતેના i-Hub અને i-Create થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્‍ટમ સફળતાપૂર્વક ઊભી થઇ છે. રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રીજીયનમાં i-Hubની સ્થાપનાનું આયોજન

રાજ્યની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના : આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે.

0 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને વાર્ષિક 12 હજારની સહાય : “સંત સુરદાસ યોજના” હેઠળ 80% ને બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક ₹12 હજારની સહાય આપવાની જાહેરાત

આદિજાતિના સર્વાંગ વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના : આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના 150મા વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5% ના વધારા સાથે ₹1100 કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે.

SC,ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય : આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ-રોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત. આ બેંકેબલ યોજનામાં 10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે.

આંગણવાડી યોજના માટે રૂ. 274 કરોડની ફાળવણી : બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹274 કરોડની જોગવાઇ

72 તાલુકાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ કીચન માટે રૂ. 551 કરોડની જોગવાઈ : પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા 72 તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹551 કરોડની જોગવાઇ સૂચવું છું.

પઢાઈ ભી પોષણ ભી યોજના માટે 617 કરોડની જોગવાઈ : “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-૨૦૨૪થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ૩૨,૨૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹૬૧૭ કરોડની જોગવાઇ સૂચવું છું.

પોષણલક્ષી યોજના માટે રૂ. 8200 કરોડની ફાળવણી : પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે 21% ના વધારા સાથેની અંદાજીત ₹૮૨૦૦ કરોડની જોગવાઇ.

ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન : ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *