ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં વહીવટી તંત્ર વ્યવસાયવેરાની વસૂલાત માટે સક્રિય: 12 કરોડથી વધુનું વર્ષોજૂનું માગણું

ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ શરૂ ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ શરૂ
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વ્યવસાયવેરા (પ્રોફેશનલ ટેક્સ)ની વસૂલાત માટે સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ જોડિયા શહેરોમાં ૧૦ હજારથી વધુ વ્યાવસાયિક પેઢીઓ પાસેથી વર્ષો જૂના બાકી વ્યવસાયવેરા પેટે રૂા. ૧૨ કરોડથી વધુની વસૂલાત કરવાની છે. અત્યાર સુધીમાં નહિવત્ આવક થઈ હોવાથી તંત્ર દ્વારા નોટિસ આપવા સહિતની કાર્યવાહી થઈ રહી છે.

૧૨.૦૭ કરોડની વસૂલાત માટે નોટિસ:

Advertisements
  • ઇસી (Enrolment Certificate) અને આરસી (Registration Certificate) હોલ્ડર બંને રજિસ્ટ્રેશન કરાવનાર ૧,૮૧૩ તેમજ ૧૦,૦૧૬ વ્યાવસાયિક પેઢીઓ પાસેથી કુલ રૂા. ૧૨.૦૭ કરોડની વસૂલાત કરવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે.
  • ૩,૦૦૦ પેઢીઓને બાકી વેરા માટે નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સમયમર્યાદાની અંદર વેરો ભરપાઈ નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
  • દરેક પેઢીએ વાર્ષિક વેરા પેટે રૂા. ૨,૫૦૦ ભરવાના હોય છે, પરંતુ બેદરકારીના કારણે વસૂલાત અટકી પડી છે.

ખાનગી કર્મચારીઓ થકી આવક:

  • ૬ મહિના (૧ એપ્રિલ, ૨૦૨૫થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫) દરમિયાન વ્યાવસાયિક પેઢીઓમાં કામ કરતા ૨૬,૬૦૦થી વધુ ખાનગી કર્મચારીઓ થકી વ્યવસાયવેરાના રૂપમાં રૂા. ૩.૬૧ કરોડની આવક થઈ છે.
  • ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાંથી કંપનીઓ-પેઢીઓમાં કામ કરતા ખાનગી કર્મચારીઓ પાસેથી આ સમયગાળામાં રૂા. ૩,૨૨,૩૨,૩૭૮ની વસૂલાત થઈ છે.
  • જે કર્મચારીનો પગાર રૂા. ૧૨,૦૦૦થી વધુ હોય છે, તેમને દર મહિને રૂા. ૨૦૦ વ્યવસાયવેરો ભરવાનો હોય છે.

ગ્રામીણ વિસ્તારમાં પણ વસૂલાત શરૂ: ગ્રામીણ વિસ્તારમાં વ્યવસાયવેરાના ડેટા મેળવવાની મથામણ વચ્ચે, તંત્રની સૂચનાઓ બાદ પેઢીઓના સંચાલકો કર્મચારીઓનો વેરો ભરી રહ્યા છે.

Advertisements
  • ૧ એપ્રિલ, ૨૦૨૫થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન મેઘપર કુંભારડી-મેઘપર બોરીચીમાંથી રૂા. ૨૪,૦૭,૯૦૦, શિણાયમાંથી રૂા. ૪,૩૧,૭૬૬, ગળપાદરમાંથી રૂા. ૨,૬૧,૫૦૦, કિડાણામાંથી રૂા. ૭,૨૭,૬૦૦ અને અંતરજાળમાંથી રૂા. ૪૬,૨૦૦ના વ્યવસાયવેરાની વસૂલાત કરવામાં આવી છે.

સ્વભંડોળ માટે વેરા વસૂલાત પર ભાર: મહાનગરપાલિકાનો મુખ્ય આવકનો સ્રોત પ્રોફેશનલ ટેક્સ (વ્યવસાયવેરા) અને પ્રોપર્ટી ટેક્સ (ઘર કરવેરા) છે. સફાઈ, ગટર સફાઈ અને ઓફિસ વહીવટ ચલાવવા માટે સ્વભંડોળ જરૂરી હોવાથી તંત્ર દ્વારા વેરા વસૂલાત પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment