ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ તાલુકા પંચાયતના જર્જરિત બિલ્ડીંગ ને તોડી પાડીને નવું બનાવવા માટેની હવે મંજૂરી મળી ગઈ છે. આગામી ૨૪ મી ફેબ્રુઆરીના મળનારી ખાસ સામાન્ય સભાની અંદર ઠરાવ કરીને ખર્ચ સાથેની દરખાસ્ત જિલ્લા પંચાયતને મોકલવામાં આવશે અને ત્યાર પછી બાંધકામ વિભાગ પણ હરકતમાં આવશે અને નવી કચેરી બનાવવાની દિશામાં કાર્યવાહી શરૂ થાય તેવી શક્યતા છે.
ગાંધીધામ તાલુકા પંચાયતની કચેરી અત્યંત જર્જરીત અવસ્થામાં છે જીવના જાેખમે કર્મચારીઓ કામ કરે છે અને કચેરીમાં આવતા લોકો ઉપર પણ જાેખમ છે ઉપરનો માળ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે જિલ્લા પંચાયતે કચેરીને ભાડાના મકાનમાં ટ્રાન્સફર કરવા માટેની મંજૂરી આપી દીધી હતી. પરંતુ ત્યારે મહાનગરપાલિકા બને તેની રાહ જાેવાઇ રહી હતી. આ સમયગાળા દરમિયાન જે કચેરી બની હતી તેની વહી મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે, એટલા માટે હવે નવી કચેરી બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે.
તાલુકા પંચાયતના વહીવટી તંત્ર દ્વારા કેટલાના ખર્ચે કચેરી બનશે તે સહિતનું આયોજન કરીને પ્રમુખ શાંતીબેન બાબરીયા અને તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરીની સહી સાથેની આખી દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવશે. આગામી ૨૪ મી ફેબ્રુઆરીના ખાસ સામાન્ય સભા મળવાની છે, તેમાં ૧૫માં નાણાપંચમાંથી ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો કરવા માટેનું પણ આયોજન ઘડાય છે અને તેની સાથે સાથ પંચાયતની નવી કચેરી જે બનશે તેની જાળવણીનો ખર્ચ પંચાયત જ કરશે તે બાબતનો એક ઠરાવ પણ કરાશે આ બેઠકમાં અગાઉની નોંધને બહાલી આપવામાં આવશે આ સહિતના એજન્ડા પણ પંચાયતના સભ્યોને મોકલી આપવામાં આવ્યા છે.
ગાંધીધામ તાલુકાના ચાર ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે. તાલુકા પંચાયત કચેરીને કાર્યરત રાખવી કે નહીં તે બાબતનો કોઈ ર્નિણય લેવાયો નથી યથા સ્થિતિ જળવાયેલી છે હવે આગામી સમયમાં શું સ્થિતિ બને છે, તેની ઉપર બધાની નજર છે. હાલ તો ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે અને નવી કચેરી બનાવવા માટેનું આયોજન ઘડાઈ રહ્યું છે.