ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ ગાંધીધામના ભારત નગર સ્થિત નૂતન લોહાણા મહાજન વાડીમાં જલારામ બાપાની 144મી નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 23 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે.
શ્રી જલારામ સત્સંગ મંડળ ભારત નગર દ્વારા કંડલા કોમ્પલેક્ષમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના પરિવારજનો અને જલારામ બાપાના ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહાપ્રસાદના યજમાન તરીકે ACT ગ્રૂપના શ્રી અશોકભાઈ ચમનલાલ રતાણી પરિવાર દ્વારા સેવા આપવામાં આવશે.
કાર્યક્રમમાં રાપરના પ્રખ્યાત ભજન ગાયક અંકિતભાઈ ચંદે ભજનની રમઝટ બોલાવશે. સત્સંગ કાર્યક્રમ સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ આરતી યોજાશે અને રાત્રે 8 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ સમાજના તમામ લોકોને સપરિવાર પધારવા અને આસપાસ રહેતા જ્ઞાતિજનોને પણ આ કાર્યક્રમની જાણ કરવા વિનંતી કરી છે.