ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ અંજાર નજીક વરસાણા ચોકડી થી ભીમાસર (ચ) તરફ જતા રસ્તા પર પૂર ઝડપે જઇ રહેલા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતાં ગંભીર ઇજા પહો઼ચતા તેનું મોત નિપજ્યું હોવાની તા.14/2 ના બનેલી ઘટનામાં મૃતકના નાના ભાઇએ નાસી ગયુેલા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
નાની ચીરઇ જશોદાધામ રહેતા 40 વર્ષીય કિરણભાઇ ભીખાભાઇ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના મોટાભાઇ રમેશભાઇ ભીખાભાઇ ચાવડા તા.14/2 ના રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં બાઇક લઇને વરસાણા ચોકડી થી ભીમાસર ચકાસર તરફ જતા રસ્તા પર જઇ રહ્યા હતા તે દરમિયાન ત્યાંથી પૂર ઝડપે જઇ રહેલા ડમ્પર ચાલકે તેમની બાઇકને અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સ્થળે હાજર લોકોએ પાડેલા ફોટા તેમને મળ્યા હતા. તેમણે જીવલેણ અકસ્માત સર્જી નાસી ગયેલા ડમ્પર ચાલક સામે અંજાર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.
અંજાર પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ આ જીવલેણ અકસ્માતની ઘટનાથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વરસાણા ચોકડી પાસે બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે.