ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ શહેરની મુખ્ય બજાર નજીક આવેલા એક સ્પામાં પોલીસે સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાંનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ‘ફર્સ્ટ’ નામના આ સ્પા પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્પા મેનેજર રૂબિના ઉર્ફે ડોલી અબ્દુલસતાર અંસારીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સ્પામાં મસાજના બહાને ગ્રાહકોને બોલાવીને અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. પોલીસે દરોડા દરમિયાન બે મહિલાઓને મુક્ત કરાવી હતી અને રોકડ રકમ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, આ સ્પાનો સંચાલક શશી ત્રિશંકુ કુમારસિંઘ સચ્ચિદાનંદસિંઘ પોલીસને હાથ લાગ્યો નથી અને તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ શહેરના અન્ય આવા સ્પા અને મસાજ પાર્લરની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે, અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.