ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા આદિપુર ખાતે આવેલ હરિ આશરો ટ્રસ્ટના ભૂલકાઓ સાથે હોળીની ઉજવણી કરાઈ હતી જેમાં બાળકોને કલર અને મીઠાનું વિતરણ કરી બાળકો સાથે હોળી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો દ્વારા એકબીજાને કલર કરી ડાન્સ કરીને ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હરિ આશરો ટ્રસ્ટ મંત્રી ચૌહાણ સાહેબ,આચાર્ય ભરતભાઈ રાઠોડ સાથે પેરેડાઇઝ ફાઉન્ડેશનના સ્થાપક શનિ બુચિયા,પીયૂષ શ્રીવાસ્તવ,પ્રમુખ જયશ્રી કેવલાની,વિક્રમ દુલગચ,જુલી સોની, હેતલ સોલંકી, પ્રીતિ મોમાયા અને રાજેશ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
