ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ટાગોર રોડ પર ડીસી-પ નજીક આજે બપોરે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઘટનાના વિસ્તૃત વિગતો અનુસાર પાણીનો ટેન્કર રસ્તાની કાંઠે ઉભો હતો ત્યારે ક્રેટા કારના ડ્રાઈવરે ઝડપથી આવીને ટેન્કરને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી તેજ હતી કે ક્રેટા કારનું આગળનું ભાગ ગંભીર રીતે નુકસાન પામ્યું છે. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કાર ચાલકને સામાન્ય ઇજા થઈ હોવાની માહિતી છે. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માત ઝડપ વધુ હોવાના કારણે થયો હોવાનું મનાય છે.