અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે,ગુજરાતના કયા કયા વિસ્તારોમાં થશે અસર?

અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે,ગુજરાતના કયા કયા વિસ્તારોમાં થશે અસર? અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે,ગુજરાતના કયા કયા વિસ્તારોમાં થશે અસર?

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યમાં ગત એક અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં હવામાન વિભાગે સૂચન કર્યું છે કે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે, જેને કારણે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે જો આ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે, તો રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો આ સિસ્ટમ અન્ય દિશામાં વળે, તો પણ 22 મેના આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા જણાઇ રહી છે.

દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ વરસાદી માહોલ

ઉત્તરપૂર્વ ભારતમાં પણ ભારે થી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવના છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગે 17 અને 18 મેના રોજ અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આપેલી માહિતી પ્રમાણે, 20 મે પછી ગુજરાત સહિત સમગ્ર દેશમાં વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાતું વાવાઝોડું મુંબઈ અને આસપાસના વિસ્તારોને અસર પહોંચાડી શકે છે. જ્યારે ગુજરાતમાં 20 થી 24 મે દરમિયાન આ વાવાઝોડાની અસર સૌથી વધુ જોવા મળશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *