અંજારના વાડા ગામે શિકાર માટે આવી રહેલ ટોળકી ઝડપાઈ

અંજારના વાડા ગામે શિકાર માટે આવી રહેલ ટોળકી ઝડપાઈ અંજારના વાડા ગામે શિકાર માટે આવી રહેલ ટોળકી ઝડપાઈ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ગુપ્ત બાતમી મળતી કે સુલેમાન મમણ અને અન્ય વ્યક્તિઓ એક બ્લૂ કલરની કવીડ કારમાં હથિયાર લઈને વાડા ગામની સીમમાં શિકાર કરવા આવવાના છે.

પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને સુલેમાન ઉર્ફે સલેમાન ઈબ્રાહિમ મમણ (રહે. નાના વરનોરા), અસલમ જાકબ ધુસા (રહે. વાડા), મામદ આમદ ધુસા (રહે. વાડા) તથા અલ્તાફ નુરમામદ ધુસા (રહે. વાડા)ને ઝડપી લીધા હતા. આ ટોળકી પાસેથી 2 દેશી બનાવટની બંદૂકો, 3 ખાલી કારતૂસ, લોખંડના છરાનું બોક્સ તથા 2 મોબાઈલ ફોન મળ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ કાદર ઈસ્માઈલ મમણ (રહે. નાના વરનોરા) નામના શખ્સને હજુ પકડી પાડવાનો બાકી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઈનટેલિજન્સ અને ઝડપી પગલાંના કારણે સફળ રહી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *