આદિપુર પોલીસનું દિલધડક ઓપરેશન: 3 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપીની ધરપકડ

ગાંધીધામ ટૂડે, ન્યૂઝ ઃ આદિપુર પોલીસે એક દિલધડક ઓપરેશનમાં ત્રણ વર્ષથી નાસતા-ફરતા હત્યાના આરોપીને પકડી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ) અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર (પૂર્વ કચ્છ, ગાંધીધામ)ના સખત માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના પાલનમાં, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી (અંજાર વિભાગ) અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના નેતૃત્વમાં આદિપુર પોલીસ સતત પ્રયાસો કરી રહી હતી. આ દરમિયાન, પશ્ચિમ કચ્છના માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (ગુ.ર.નં. 01/18, IPC કલમ 302)ના હત્યાના આરોપી મનોજ વાલજી મહેશ્વરી(રહે. કકલ શેરી, મચ્છીપીઠ, માંડવી, કચ્છ)ની ધરપકડ કરવામાં સફળતા મળી. આ આરોપીએ વચગાળાના જામીન મેળવ્યા બાદ ત્રણ વર્ષથી ફરાર થઈને પોલીસને ચકમો આપ્યો હતો.

પશ્ચિમ કચ્છ પોલીસે આરોપીને પકડવા માટે રૂ. 5,000નું રોકડ ઇનામ જાહેર કર્યું હતું. આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમાને ખાનગી બાતમી મળી હતી, જેના આધારે પોલીસ ટીમે વોર્ડ 2/B વિસ્તારમાં આરોપીનો પીછો કરતી વખતે તે જનતા હાઉસના મકાનમાં ઘૂસી ગયો હતો, જ્યાંથી તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *