ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃઆદિપુરમાં મહાનગરપાલિકા નો અણઘડ વહીવટનો નમુનો સામે આવ્યો છે. 6-એ વિસ્તારમાં મંજૂર થયેલા રોડની જગ્યાએ બીજો માર્ગ જેસીબીથી ખોદી નાખ્યા પછી કામ અધૂરું છોડીને જે રોડ મંજૂર થયો હતો. ત્યાં શરૂ કરાતા લોકો મહાનગરપાલિકા પહોંચ્યા હતા. અને નાયબ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા ભૂલથી તમારા રોડ ખોદકામ થઈ ગયું છે. તેને માટી નાખીને સમતળ કરી દેવામાં આવશે અને ગ્રાન્ટ આવશે ત્યારે નવો બનાવી દેવા છે તેવું કહ્યું હતું. મનપાના આ અણઘડ વહીવટથી લોકોમાં આક્રોશ છે.

મહાનગરપાલિકા બન્યા પછી સ્થિતિ સુધરવી જોઈતી હતી પરંતુ એન્જિનિયરિંગ વિભાગ અને તત્કાલીન સમયની નગરપાલિકા અને હાલના મનપાના કોન્ટ્રાક્ટરો પણ આડેધડ કામ કરી રહ્યા છે. આદિપુરની ઘટનાથી કામગીરી ઉપર નજર રાખવામાં આવતી ન હોવાનું સ્પષ્ટ સામે આવી રહ્યું છે. જે રોડ મંજૂર થયો નથી તેનું ખોદકામ કરી નાખ્યું અને અડધો રોડ ખોદાઈ ગયા પછી મહાનગરપાલિકાના જવાબદારોને આ રોડ મંજૂર નથી થયો તેવી ખબર પડી અને ત્યાર પછી જે રોડ મંજૂર થયો છે.

ત્યાં ખોદકામ શરૂ કર્યું અને બીજા રોડનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું અને આ મામલે કોન્ટ્રાક્ટર એ લોકો સાથે ખરાબ વર્તન કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. વિસ્તારવાસીઓ તત્કાલીન મનપામાં પહોંચીને નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને મળ્યા હતા. અને કોન્ટ્રાક્ટરે ખોદકામ કરીને કામ અધૂરું છોડી દીધું છે તેવી રજૂઆત કરતા જ નાયબ કમિશનરે તમારો રોડ મંજૂર થયો નથી ભૂલથી તે રોડ માં ખોદકામ થઈ ગયું છે. માટી નાખીને સમતલ કરી દેવા છે. તેવું કહ્યું હતું હવે વરસાદ પડે અથવા તો ત્યાં કોઈ કારણોસર પાણી ભરાય તો તે સ્થિતિ ખરાબ થાય તેમ છે.
મંજૂર થયેલા માર્ગની જગ્યાએ બીજા માર્ગ ઉપર ખોદકામ કરીને અધૂરું છોડી દીધું હતું આ બાબતે જવાબદાર વિભાગ નો સંપર્ક સાધતા ડ્રાઇવરે અંધારામાં ભૂલથી બીજો રોડ બતાવી દીધો હતો.અને ત્યાં કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.જેના કારણે આવી સ્થિતિ આવી છે. તેવું કહ્યું હતું આવા અણઘડ અને અંધેર વહીવટથી લોકોની મુસીબત વધી રહી છે. અધિકારીઓ જમીન ઉપર થતા કામ ઉપર પણ નજર રાખે તે અતિ જરૂરી અને આવશ્યક છે.